________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૫૩ વાત સાંભળીને કહે છે કે તેઓમાં રહેલ આત્મા હાલમાં તે કર્મોની પરાધીનતામાં ફસાએલ છે. પરંતુ જ્યારે જ્ઞાનદશા જાગશે ત્યારે તે પરમપદને પામશે માટે તેઓને હલકા-નીચ માનીશ નહી.
૮૦૫. વકીલ-વેશ્યા-વણિક, શેઠ-સાસુકર વિગેરેને સાચા સુખની અભિલાષા હોય છે તથા ધાર્મિક-આત્મજ્ઞાનીઓને પણ સત્ય સુખની ઈચ્છા હોય છે. પણ દરેકના માર્ગો જુદા જુદા હોય છે. કેટલાક ધક્કા ખાઈને પાછા વળી સમાગે ગમન કરે છે અને કેટલાક ધક્કા ખાધા વિના સન્માર્ગે ગમન કરે છે. એટલે છેવટે તે સર્વે પ્રાણીઓ કોઈ અગમ્ય સ્થળે ભેગા થવાના જ. આમ સમજી દરેક પ્રાણીઓમાંથી ગુણોને ગ્રહણ કરવાપૂર્વક રાગ-દ્વેષ–અદેખાઈ વિગેરેને ત્યાગ કરી આત્મસ્વરૂપને ઓળખવા માટે સતત લાગણી રાખે. આત્મસ્વરૂપને ઓળખ્યા વિના અનંત સંસારમાં રખડયા તથા રાગ-દ્વેષ મહાદિથી અનંતીવાર અનત કષ્ટ વેઠયાં પણ આત્માની ઉન્નતિ થઈ નહીપુણ્યાગે દેવલોકના સુખ અનંતીવાર ભોગવ્યા પણ આત્માની ઓળખાણ થઈ નહી માટે રાગ-દ્વેષને ત્યાગ કરી ગયાની બને.
For Private And Personal Use Only