________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૫૦ મારા જ આધારે મારો અનુયાયી વર્ગ છે, નેકરે–ચાકર તથા સ્વજનવર્ગ–પુત્ર, પત્ની વિગેરે જે પરિવાર છે તે સર્વે મારાથી પિષાય છે અને પિતાના જીવનમાં લહેર કરી રહે છે, નહીતર ભૂખે કકળતા પરિભ્રમણ કરી મહાદુઃખી થાય. આવા વિચારો પણ કરવા ઉચિત નથી. કારણ કે સર્વ પ્રાણુઓ ભાગ્યાનુસાર અને કર્માનુસારે સુખ અને દુઃખ ભેગવે છે. હું માત્ર નિમિત્ત તરીકે છું. આવા વિચાર કરી ગર્વને ટાળવે તે જ મળેલી સંપત્તિની સાર્થકતા છે. પણ હું મહામહેનત કરીને કમાણું કરૂં અને બીજા બેઠા બેઠા ખાય? આવા વિચારો પણ સંપત્તિમાનને કરવા લાયક નથી. પણ જે બેઠાખાઉ હોય તેને શાંતિપૂર્વક સમજાવીને ધંધે જોડવા તે હિતકર છે. વ્યાપારમાં ડેલાને પણ તમે આજ્ઞા વિના બીજે સ્થળે કેમ ગયા, તમે મૂર્ખ શિરોમણી છે, મારા સિવાય ભૂખે મરશે, આ પ્રમાણે કહી આક્રોશ કરે તે પણ ઉચિત નથી. પરંતુ સમજાવવા પ્રયત્નશીલ બનવું કે, જેથી કરચાકરે-પુત્રપરિવારને આનંદ આવે અને પ્રેમભાવના વધતી રહે. કેટલીવાર ગર્વના વચન સાંભળી અનુયાયી વર્ગ તેમ જ સ્વજન વર્ગ વિગેરે વિરોધી બની વેર રાખીને જુદા થાય છે. તેથી જોઈએ તે સંપ રહેતું નથી. ઐય તે નષ્ટ થાય છે.
એક શેઠની પાસે શારીરિક તથા ધન-પુત્ર પરિવારની સંપત્તિ સારા પ્રમાણમાં હતી. તેમ જ ગર્વ-ગુમાનાદિક પણ સારા પ્રમાણમાં હતા. તેથી વાતચિત્તમાં દરેક સગાં-વહાલાઓની તથા નોકર-ચાકરની સહજ ભૂલ થતાં આવેશમાં આવી બેલવામાં બાકી રાખતે નહી અને કહે કે મારા વિના તમારી કિંમત
For Private And Personal Use Only