________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર૭ ૭૮૦. ભાગ્ય, ઉદ્યમશીલ માણસેને ફળ આપવા સમર્થ બને છે. ઉધમ સિવાય ભાગ્ય લાભ આપવા સમર્થ બનતું નથી. તદન દીન-દુઃખીજને ધીરજને ધારણ કરવાપૂર્વક ઉદ્યમશીલ બનેલ હોવાથી સુખી થએલ માલુમ પડે છે, માટે બેકારી અને મોંઘવારીના શબ્દો ન બોલતાં ઉદ્યમશીલ બને - બેકારી ક્યાં નાસી જશે તેની ખબર પડશે નહી. ઉદ્યમશીલ મહાશ, કામ ક્રોધ-લોભાદિકને હટાવી ઉત્તમ શ્રેણીઓ આરૂઢ બની સત્ય સુખના સ્વામી બન્યા છે. તમે જે ઉદ્યમ કરશે તે આગળ વધી કર્મોને હટાવી સત્ય સુખના સ્વામી બનશે. અન્યથા તે દાસત્વ વળગેલું છે જ. સ્વભાવ કાળ-કર્મ અને નિયતિ પણ ઉદ્યમની અપેક્ષા રાખે છે માટે સમ્યગજ્ઞાન મેળવી આત્મકલ્યાણ માટે પ્રયત્નશીલ બને.
જે માણસે, સાહયબી-સંપતિ મત્યા પછી વિષય સુખમાં આસક્તિને ધારણ કરી આત્મહિત માટે ઉદ્યમ કરતા નથી, તેઓની વાટ દુર્ભાગ્ય જોઈ રહેલ હોય છે અને સમય મળતાં આવીને ઉપસ્થિત થાય છે, માટે પ્રમાદને નિવારી ઉદ્યમ કરે. ભાગ્ય અદૃષ્ય હોય છે પણ વિચાર અને વિવેક લાવી તેના માટે પ્રયાસ કરવામાં આવે તે દૃષ્ટિગોચર થાય અને અભાગ્ય ચાલ્યું જાય. ઉદ્યમ સિવાય અભાગ્ય ખસતું નથી અને ભાગ્યે આવીને મલતું નથી. ભાગ્ય, અંધારામાં ગુપ્ત રહેલું છે અને દુર્ભાગ્ય દુનિયામાં ભમ્યા કરે છે, માટે તેની પાછળ પડી તેને પકડીને દૂર ખસેડો અને ભાગ્યને પ્રાપ્ત કરવા પ્રથમ શુભ વિચાર કરી તગ્ય પવિત્ર વર્તન કરે. ધનને વ્યય કર્યા સિવાય પણ તે મળી રહેશે, નિરાશાને
For Private And Personal Use Only