________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરપ
તેવા નથી માટે અન્તર્દષ્ટિને વાળી સત્ય ઋદ્ધિ-સિદ્ધિ અને સમૃદ્ધિના ભોક્તા બનવા પ્રયત્ન કરો. અન્યત્ર ભટકવાથી કાંઈ પણ મળશે નહી અને જે હશે તે પણ ઓછું થશે. જે કાર્ય તમેએ આરંભેલ છે તે તરવાર બંદુક-ઍમ્બ વિગેરે શસ્ત્રોથી કે કાવાદાવા-દગા પ્રપંથી અન્યજને દબાવવાથી પૂર્ણ થશે નહી, અધૂરાં રહેશે માટે અન્તરદૃષ્ટિને વાળી આત્મવિકાસ સાધશે ત્યારે જ કાર્ય પુરાં થશે. પછી તમારે કાર્ય કરવાનું બાકી રહેશે નહી. જે મહાશયે કૃતાર્થ બન્યા છે તેઓએ અન્તરદૃષ્ટિને વાળી વિષય કષાયને ત્યાગ કરીને જ; તમારે કુતાર્થ બનવું હોય તે તેમના પ્રમાણે વર્તન રાખે.
૭૭૮. આત્મિક ગુણેના અગમ્ય પ્રેમમાં, અઢારે દેશે ખસવા માંડે છે અને અહંકાર-મમતા વિષય-કષાયને તથા તેમના વિચારે અને વિકાને સ્થાન મળતું નથી. દુન્યવી સ્વાથી પ્રેમમાં જ તેઓને સ્થાન પ્રાપ્ત થાય છે, પણ તેઓમાં રાગ ધારણ કરવાથી તે અસહય યાતનાઓ ભોગવવી પડે છે. માટે દુન્યવી સર્વ પ્રેમને ત્યાગ કરી આત્માના ગુણોમાં પ્રેમને ધારણ કરે. કેઈ પ્રકારની યાતના કે વિડંબના રહેશે નહી. અદ્યાપિ પર્યત તમેએ આત્માના ગુણેને ભૂલી દુન્યવી પદાર્થોમાં રાગ–પ્રેમને ધારણ કર્યો તેથી તમેને સત્ય સુખ કેટલું ઉપલબ્ધ થયું ? પાછળ ધસી આવતી જરા રાક્ષસીને હઠાવી? સાત પ્રકારના ભયને હઠા ? તેમ જ વારેવારે સતાવતી ચિત્તારૂપી ચિતાને શાંત કરી? તે તે વધતી રહે. આત્મા શાંત-દાંત બન્યું નહીં. છતાં તેવા સંગેમાં આસક્તિ રાખે છે, માટે હજી પણ ચેતવાને, અઢારે દેને ટાળવાને
For Private And Personal Use Only