________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫૮
પ્રાણીઓની હિંસા કરતું નથી, પણ તેઓને હિંસાથી બચાવવા હિંસા સિવાય અન્ય ઉપાસે જે છે. હિંસકને મારવાની ભાવના પણ ઘોર પાપ છે. હિંસકને જે મારવાની ભાવના થઈ, તે પછી હિંસક સિવાય અન્ય પ્રાણીઓને જે નહી મારવાની ભાવના છે તે પણ નાશ પામવાની, માટે દયાળ મહાભાગ્યશાળી તે કેપણ પ્રાણને મારવાનો વિચાર પણ કરતું નથી, તે પછી તદ્દન અશક્ત અને માંદા પડેલ પ્રાણીઓને કયાંથી મારી શકે? તદ્દન અશક્ત માંદા માણસને તથા અન્ય પ્રાણીઓને માવાની ઇરછા આપણી માફક હોતી નથી માટે દરેક પ્રાણીઓ ઉપર દયા ભાવને ધારણ કરે. - ૭૧૯. પદયથી પ્રાપ્ત થયેલ સાધન સામગ્રી, પાપદયથી ખસી જાય છે, અને ખસી જશે. સ્વજન સંબંધીઓને નેહ-વૈભવવિલાસે તથા શારીરિક શક્તિ વિગેરેને ખસતાં વિલંબ થતું નથી, પણ જે સમ્યજ્ઞાન મેળવ્યું હશે તે તે કઈ પણ અવસ્થામાં ખસી જશે નહી અને સાથેને સાથે આવશે અને રહેશે માટે ધન-જીવન-મહત્તા-વૈભવવિલાસ વિગેરેને મેળવતાં પહેલાં સમ્યગ્રજ્ઞાનને જરૂર મેળવે. ધનાદિક ખસી જશે, તે પણ સમ્યગ જ્ઞાનના જેરથી ચિન્તાઓનું બહુ બળ ચાલશે નહી, અને સહન કરી શકાશે.
૭૨૦, વસ્તુને વસ્તુગતે સમજ્યા વિના એટલે વસ્તુના સ્વરૂપને જાણ્યા સિવાય સનેહરાગ-કામરાગ-કે દષ્ટિરાગ કદાપિ ખસશે-અને ખસતે નથી, અને હેયતા- યતા-અને ઉપાદેયતા સમજાતી નથી. તથા આત્મા અને તેના ગુણ પર્યાને જાણી શકાતા નથી. અજ્ઞાનતાથી કુદેવની ઉપાસના કે
For Private And Personal Use Only