________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૪.
શુદ્ધ કરવાનું હોવું જોઈએ. મનની શુદ્ધિ થયા પછી સ્વર્ગાદિ સમૃદ્ધિ આપોઆપ આવીને મલે છે માટે જે સ્વયં અને આનુષંગિક આવી મળતી હોય, તેને માટે કેણુ પ્રયત્ન કરે ?
પ૩૪. માણસે ઉઘાડાં પાપે કરે છે તેના કરતા માનસિક પાપ અધિક પ્રમાણમાં કરે છે; તે પાપોનો જે સરવાળો કરવામાં આવે તે પાર આવે નહી અને આત્મા ક્ષણે ક્ષણે તે પાપથી લેપતે રહે. તેથી જીવની ગતિ સારી થતી નથી અને અચિત્ય આતના ભાગી બનવું પડે છે. માટે માનસિક પાપને દૂર કરવા ક્ષણે ક્ષણે સાવધાન રહેવાની જરૂર છે.
પ૩પ. તમે જાતે સત્ય રીતે સુખી નહી હે, અગર બળવાન નહી હો તે, અને બીજું સત્યજ્ઞાન નહી હોય તે અન્યપ્રાણીઓનું રક્ષણ કેવી રીતે કરી શકશે અને આત્માને બળવાન કેવી રીતે બનાવી શકશે ? આવેલા વિડ્યો કેવી રીતે નિવારી શકશે? માટે આત્માને બળવાન અને જ્ઞાનવાન બનાવે; પછી શરીર વિગેરેની સંભાળ રાખે.
પ૩૬. માણસે, નિધન હોય તે પણ જે સદાચારી અને સંતોષી હોય તે તે સદા સુખી અને નિર્ભય જીવન ગુજારવા સમર્થ બને છે. માટે ધનાદિક કરતાં સંતેષ–સદાચાર વિગેરે ગુણોની અત્યંત કિંમત છે. જો તમે સંતોષી નહી હે તે, કરોડોની સંપત્તિ મળે અગર દેવકની સાહ્યબી હાજર થાય તે પણ કદાપિ શાંતિ થવાની નથી. ઉલટી ઈરછા-તૃષ્ણા વધી જવાની. માટે પ્રથમ સદાચારાદિ ગુણેને મેળવે.
પ૩૭. ઉતાવળ ધનુષ્યમાંથી છૂટેલ બાણ જેવી છે અને
For Private And Personal Use Only