________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૭ કે વિષયજન્ય સુખ અવિકારી અને સ્થાયી નથી, ધાર્મિક ક્રિયાજન્ય સુખ તે વિકારી નથી અને પરિણામે પણ સુખદાયક છે.
ર૭૮. જગતમાં કહેવાય છે કે પુત્ર ઉત્પન્ન થયા પછી પત્નીને તથા પત્ની આવ્યા પછી માતા તરફને પ્રેમ-રાગ અપ થાય છે અને રોગ મટ્યા પછી વૈદ્યને તથા કાર્ય સર્યા પછી શેઠ તરફને પ્રેમ-રાગ છે, અર્થાત્ જે જોઈયે તે રહી શક્યું નથી. પરંતુ આત્મજ્ઞાનથી ઉત્પન્ન થએલ રાગકદાપિ અલ્પ થશે નહી, અને વધતે જશે. માટે રાગ કરે. હેય તે આત્માના ગુણમાં કરે.
ર૭૯ પ્રભુ પાસે તેમજ ગુરુવર્યો પાસે અણઘટતી માગણી કરવી નહી. માગણી નહી કરે તે પણ સેવા ભક્તિ અને ભાવ પ્રમાણે લાભ મળવાને જ, અને ભાવપૂર્વક કરેલી સેવા ભક્તિ, જે માગણી ન હોય તે પણ ઇરછા અને આશાથી અનંત ગુણી અને અમર્યાદિત સંપતિ આપે છે.
૨૮૦. રાજા-અમદા અને લતાઓ પ્રાય: હમેશાં જે પાસે હોય છે, તેને જ વળગે છે. તે પ્રમાણે મનુષ્યને જે સહવાસ હોય છે અને સંગતિ હોય છે તેવા બને છે. દુરાચારીના સહવાસથી દુરાચારી બનાય અને સદાચારીની સંગતિથી સદાચારી બનાય, માટે અન્યની સંગતિ અગર સહવાસમાં આવતા પૂર્ણ વિચારની જરૂર છે.
૨૮૧. સદ્દગુરુની તેમજ સદાચારીની બત-સહવાસ-ચિન્તામણિ કરતાં પણ અધિક અને અખુટ સંપત્તિ આપે છે અને ભાભવની પરાધીનતાને દૂર કરાવે છે. માટે ચિન્તા
૧૨
For Private And Personal Use Only