________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧પ૭
કરવાની જરૂર છે, પૈસા સિવાય જેમ ચાલતું નથી તેમ સદાચાર સિવાય પણ ચાલશે નહી.
સુધારાની તેમજ સદાચારની સાચી કસેટી, મોટા મહેલબાગ બગીચા અને ગાડીડા-મેટરને દેડાવવા ઉપર નથી, પરંતુ વિપત્તિ વેળાયે સહાય કરવામાં, ધીરજ રાખી પરાક્રમને ફેરવવામાં, અને એકતા સાધવામાં છે.
હીરા-રત્નથી જડેલા સોનાના મુગટને ધારણ કરનાર અને ઝરીયાન વસ્ત્રોને પહેરનાર રાજા-મહારાજા અને શેઠ શ્રીમંતોની પાછળ પરિભ્રમણ કરનારા, અને સલામ ભરનાર યુવાન-અને વૃદ્ધો, પિતાની આત્મ શક્તિને આવિર્ભાવ કયાંથી કરી શકે?
૨૧૦. કેટલાક ભાગ્યશાલીએ પિતાની મેળે વિચાર કરી વિવેકપૂર્વક સન્માર્ગે વળેલા હોય છે. કેટલાક મનુષ્ય સદ્ગુરુદ્વારા ઉપદેશને સાંભળી સન્માર્ગે વળે છે. કેટલાક હલકા મનુ વિપત્તિઓને ભેગવી સન્માર્ગે જાય છે અને કેટલાક તદ્દન હલકા માનવીઓ વિપત્તિઓ આવે, માર ખાય તે પણ સમજે નહી અને સન્માર્ગે વળે નહી. આવા માનની સેબત પણ ભયંકર છે.
ર૧૧. સાર્થકતા શારીરિક અને માનસિક શક્તિઓને વિષય વાસનામાં વાપનાર માણસોનું જીવન વૃથા જાય છે. તેઓનાથી કાંઈપણ આત્મ કલ્યાણ સાધી શકાતું નથી. આત્મસત્તાને આડે આવનાર જો કોઈ હોય તે વિષય વાસનાના વિકારે છે. માટે તેને અતિશય બલ ફેરવી નિગ્રહ કરે તે મનુષ્ય ભવની સાર્થકતા છે.
For Private And Personal Use Only