SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૯૩ ) કે તમે મારાથી ભિન્ન છે, તમારે અને મારે કંઈ સંબંધ નથી. આ પ્રમાણે તમે વાસનાઓ પ્રતિ શબ્દો ઉચ્ચારશે એટલે વાસનાઓનું બળ ઘટશે અને તેઓ મરી જશે. આપણે વાસનાઓને ઉત્પન્ન કરીએ છીએ અને તેને નાશ પણ આપણે આત્મબળથી કરી શકીએ છીએ. મનમાં જે જે અશુભ વિચારો ઉત્પન્ન થાય છે તેઓને હઠાવવા આત્મપ્રદેશમાં મહા યુદ્ધ આરંભવું પડે છે, અને તેમાં સ્વશકત્યનુસારે વિજય પ્રાપ્ત થતો જાય છે. મનોનિગ્રહ કરવાથી ચાર ગતિમાં અવતાર લેવાની પરંપરા ટળે છે, માટે મન વશ કરવાની અત્યંત આવશ્યકતા સ્વીકારવામાં આવે છે. શ્રી મુનિસુંદર મહારાજા મને નિગ્રહથી મોક્ષ નીચે પ્રમાણે દર્શાવે છે. योगस्यहेतुर्मनसःसमाधिः परंनिदानंतपसश्चयोगः। तपश्चमूलंशिवशर्मवल्या मनःसमाधिभजतत्कथञ्चित् ॥ १५॥ (૦ qzમ.) મનની સમાધિ, યોગનું કારણ છે. યોગ એ તપનું ઉત્કૃષ્ટ સાધન છે અને તપ, શિવ સુખ વેલડીનું મૂળ છે. તે માટે હે જીવ! કેઈપણ રીતે મનની સમાધિ રાખ ! મનની સ્થિરતા વિના સમાધ પ્રાપ્ત થતી નથી. અધ્યાત્મજ્ઞાન વિના મનને સ્થિર કરવાની ભાવના ઉત્પન્ન થતી નથી. મનને સ્થિર કરવાના અસંખ્ય વેગે છે. જે જે નિમિત્તે મન સ્થિર થાય તે તે નિમિત્ત અવલંબન કરી આત્માને અનુભવ પ્રકાશ ખીલવો જોઈએ. શ્રીમદ્ હેમચંદ્રપ્રભુ દાસી ભાવનડે મનને જય કરવાની કુંચીઓ બતાવે છે અને તેઓ મનને તાબામાં રાખવાથી અનેક લબ્ધિ પ્રકટ થવાનું જણાવે છે. આચાર્ય શ્રી હેમચંદ્રપ્રભુ ઉન્મનીભાવની વિશેષ મહત્તા પિતાના અનુભવે જણાવે છે. कदलीवच्चाविद्या लालेन्द्रियपत्रकामनाकंदा । अमनस्कफलेदृष्टे नश्यति सर्वप्रकारेण ॥ ४० ॥ (યોજશાસ્ત્ર.) ચપળ ઈન્દ્રિયરૂપ પત્રોવાળી અને મનરૂપ સ્કંદવાળી અવિદ્યારૂપ કેળ, અમનસ્કતારૂપે ફળ દેખે છતે સર્વ પ્રકારે નાશ પામે છે. કેળને ફળ થયા બાદ તેને કાપી નાખવામાં આવે છે. કારણ કે તેમાં ફળ આવી શકતાં નથી. અવિદ્યારૂપ કેળ ખરેખર અમનસ્કતારૂપ ફળ દેખ્યા પછી નષ્ટ થાય છે. અવિદ્યાને નાશ કરે હોય તે અમન સ્કતાની પ્રાપ્તિ કરવી એમ શ્રીમનો અનુભવ છે. અમનસ્કતાને ઉદય થતાં કેવી દશા થાય છે, તે હેમચંદ્રપ્રભુ નીચે પ્રમાણે જણાવે છે. For Private And Personal Use Only
SR No.008517
Book TitleAnandghanpad Sangraha Bhavarth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages812
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy