SearchBrowseAboutContactDonate
Page Preview
Page 782
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( પરપ ) કિમ્પાકના ફળથી કદાપિ સુખ મળી શકે! તો વિષયના પ્રેમથી સુખ મળી શકે. સાંસારિક પદાર્થોના પ્રેમ યાને રાગથી ઈષ્ટપદાર્થોમાં મમત્વ થવાથી જીવ પાતાને હાથે પેાતે બંધાય છે. પાંચ ઇન્દ્રિયોના વિષયામાં સુખની બુદ્ધિ પ્રગટે છે તેથી, તે તે વિષયેાપર પ્રેમ થાય છે, પણ જ્યારે પાંચ ઈન્દ્રિયોના વિષયોમાં સુખની બુદ્ધિ રહેતી નથી ત્યારે, વિષયાના રાગ ટળે છે અને તેથી ભાવ બ્રહ્મચર્ય ગુણની સંપ્રાપ્તિ થાય છે. આન્તરિક સુખ તરફ રૂચિ પ્રગટચાવિના બાહ્ય વિષયા તરફથી ચિત્ત પાછું હતું નથી, માટે આત્મિકસુખપ્રતિપાદક શાસ્ત્રોનું તથા સદ્ગુરૂઆનું શરણુ કરીને આત્મસુખનું જ્ઞાન કરવું જોઇએ. આત્મિકસુખના નિશ્ચય થતાં પરવસ્તુઓ ઉપરથી રાગની બુદ્ધિ ટળવા માંડે છે અને આત્માના ઉપર પ્રેમ પ્રગટે છે. ધીરે ધીરે પ્રશસ્ય પ્રેમની પણ શુદ્ધિ થતી જાય છે. અહા ! જગત્માં રાગના નાશ કરનારા વિરલા મનુષ્યેા છે. આ કાલમાં રાગના અર્થાત્ પ્રેમને સર્વથા ક્ષય થતા નથી. છઠ્ઠા ગુણસ્થાનકમાં રહેલા મુનિવરોને પણ સંવલનના રાગ હોય છે. મુનિવરે જ્ઞાન, દર્શન અને ચારિત્રના રાગ ધારણ કરીને સંસારના વૈયિક રાગના ક્ષય કરે છે. સંસારી જીવાએ પંચેન્દ્રિય વિષયોના ત્યાગી અને પંચમહાવ્રતધારી એવા સાધુએ ઉપર રાગ ધારણ કરવા. આમ કરવાથી સંસારી જીવાને મેાક્ષમાર્ગની અભિરૂચિ પ્રગટે એમાં શંકા નથી. વૈષયિક પ્રેમના ત્યાગ કરવા માટે દેવ ગુરૂ અને ધર્મનું આલેખન લેવું જોઇએ. દેવ ગુરૂ અને ધર્મનું આલંબન લીધા વિના એકદમ વૈષયિક પ્રેમના નાશ થતા નથી. જે મનુષ્યા આગમા ઉપર પ્રેમ ધારણ કરે છે; તેઓના પ્રેમ ખરેખર શુદ્ધર્મ તરફ વળે છે. સેાના અને પારાને શેાધીને શુદ્ધ અનાવનાર જેમ ઔષધીઓ વગેરે હાય છે, તેમ આગમારૂપ ઔષધીવડે અશુદ્ધ પ્રેમની અશુદ્ધતા ટળે છે અને શુદ્ધતા પ્રગટે છે. શાન્તરસ પોષક આગમાના પરિશીલનથી, આત્મા ઉપર રૂચિ પ્રકટે છે અને તેથ દેખેાના વિકારાના ક્ષય થાય છે. વૈયિક પ્રેમના નાશ કરવા માટે સદ્ગુરૂના આલંબનસમાન કેાઈ પુષ્ટ હેતુ નથી. સમતા રસનું પાન કરનાર એવા સદ્ગુરૂના સમાગમથી વિષયપ્રેમરૂપ ઝેર ટળી જાય છે. જાંગુલી મંત્રવડે સર્પનું ઝેર ઉતારી શકાય છે, તેમ સદ્ગુરૂના વૈરાગ્ય એધવડે માહસર્પનું-વિષમ વિષય પ્રેમ વિષ, ઉતારી શકાય છે. વિષય પ્રેમ જ્યારે હૃદયમાં સ્ફુરે ત્યારે વિષયની અનિત્યતા ચિંતવવા પ્રયત્નશીલ બની જવું, તેમજ આત્માના શુદ્ધ ધર્મનું સ્મરણ કરવા મનને રોકી દેવું. આત્માને કહેવું કે હું આત્મન્ ! તું પોતાનું મૂળ સ્વરૂપ ત્યજીને બાહ્યમાં કેમ પરિભ્રમણ કરે છે. વિષયના ઝેરીલા વનમાં For Private And Personal Use Only
SR No.008517
Book TitleAnandghanpad Sangraha Bhavarth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages812
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy