SearchBrowseAboutContactDonate
Page Preview
Page 751
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૪) આત્મસુખને અભ્યાસ કરવો જોઈએ. આત્માના શુદ્ધ ધર્મને સાધ્ય તરીકે ધારીને નિમિત્ત સાધનની સાધના સાધવી જોઇએ. આત્માના જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય અને સુખાદિગુણોના આચ્છાદનેનો નાશ કરવા માટે, ખરામાંખરે ઉપાયત એ છે કે આત્માના શુદ્ધોપ વડે આત્માનું ધ્યાન ધરવું. આત્માના શુદ્ધધર્મમાં ઉપયોગભાવે રમણતા કરવાથી પરભાવરૂપ અધર્મને વિલય થયાવિના રહેતું નથી. આત્માના શુદ્ધ ધર્મમાં રમણતા કરવી એજ ભાવે ચારિત્રને ઉત્સર્ગ માર્ગ છે. આત્માના મૂળ ઉત્સર્ગ ધર્મને પ્રકટાવવાને માટે વ્યવહાર ચારિત્રની આવશ્યકતા છે. પાંચ સમિતિવડે, આત્માના શુદ્ધધર્મની પ્રકટતાકરવી જોઈએ. ત્રણ ગુપિવડે આત્માના શુદ્ધધર્મની સાધના સાધવી જોઈએ. શ્રીમાન દેવચંદ્રજીએ અષ્ટપ્રવચનમાતાનું વિસ્તારથી વિવેચન કર્યું છે; તે અષ્ટપ્રવચન માતાઓ વડે અત્તરાત્માને પિષ જોઈએ. પાંચ સમિતિ તે અપવાદ ચારિત્ર છે અને ત્રણ ગુપ્તિ તે ખરેખર ઉત્સર્ગ ચારિત્ર છે. પાંચ સમિતિની આરાધના કર્યા વિના અને ત્રણ ગુપ્તિનું સેવન કર્યોવિના, આત્માના સહજ આનન્દરસને સ્વાદ અનુભવી શકાતો નથી, માટે જ્ઞાનગર્ભિત વૈરાગ્યવડે આત્માના ગુણેની શુદ્ધિ કરવી જોઈએ. જ્ઞાનાનન્દી મુનિવરે આત્માના શુદ્ધાનન્દ ગુણના અભિલાષી હેવાથી બાહ્ય દશામાં તેઓને રૂચિ પડતી નથી, જે જે નિમિત્તાવડે રાગદ્વેષ પરિણતિની જાગ્રત દશા થાય તે તે નિમિત્તને તેઓ ત્યાગ કરે છે. છઠ્ઠા ગુણસ્થાનકમાં સંજવલનના રાગ દ્વેષ હોય છે. મુનિ અધ્યાત્મજ્ઞાન બળવડે સંજવલનના કષાને નાશ કરવાને માટે પ્રયત્ન મુનિવરે આનન્દસરોવરમાં સદાકાલ ઝીલ્યા કરે છે અને તેઓ મુખ્યતયા ધ્યાનમાંજ જીવન નિર્ગમન કરે છે. ધ્યાનનું નીચે પ્રમાણે વિશસ્થાનકના રાસમાંથી સ્વરૂપ લખવામાં આવે છે. ક્ષણ ક્ષણમાંહિ ધ્યાવવું, હૃદયકમલ શુભ ધ્યાન, આતમસમતા રેપવી, તજી પ્રમાદ દુર્ગાન. || જિનમુનિગુણ કીર્તન કરે, વિનયશીલ સંપન્ન, સંયમ સૂત્રનું રત મન, ધર્મધ્યાન ધન ધન્ય. || ખંતિ મુક્તિ મદવા, જય જિનમતમાંહિ પ્રધાન, ઈત્યાદિક આલંબને, ચઢે સદા શુકલ ધ્યાન, It. અથવા કાલેલક પ્રમાણ, કનકવરણ આભા મન આણુ, વિદ્યા સહAસ્થાનક સહદેવ, પૂજિત સર્વ શાન્તિકર હેવ. For Private And Personal Use Only
SR No.008517
Book TitleAnandghanpad Sangraha Bhavarth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages812
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy