SearchBrowseAboutContactDonate
Page Preview
Page 745
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૮૮) ધ્યાન ધરીને, શબ્દનય કથિત ચેતન ધર્મને પ્રકટાવ જોઈએ. અશુદ્ધ વ્યવહારને આચારમાં મૂકીને જે જે કર્મો બાંધ્યાં હોય તેનો નાશ કરવાને માટે, શુદ્ધ વ્યવહારને આદર અને શબ્દનય કથિત આત્મજ્ઞાનોપયોગમાં રમણતા કરવી જોઈએ. એવંભૂતનય કથિત ધર્મને પ્રગટાવવા માટે શુદ્ધ વ્યવહારની આચરણું અને સત્તાનું ધ્યાન ધરવું જોઈએ. સમભિરૂઢનયકથિત ધર્મમાં દષ્ટિ કરીને નૈગમ તથા વ્યવહારને આદરવો જોઈએ વ્યવહાર ધર્મની આચરણે આચરીને સમભિરૂઢનયકથિત ધ્યાન ધરવું જોઈએ. આત્માનું ધૈર્ય પ્રગટાવવા માટે દ્રવ્યનું ધ્યાન ધરવું જોઈએ. અહં અને મમત્વ પરિણામની દઢ વાસનાઓને ક્ષય કરવામાટે રૂજુસૂત્રનયકથિત ધ્યાન ધરવું જોઈએ; તેમજ ભૂતકાળની પરભાવચેષ્ટાને ભૂલવા માટે રૂજુસૂત્રનયકથિત આત્મધ્યાન ધરવું જોઈએ. એવંભૂતનયની અપેક્ષાએ સિદ્ધ થવાને માટે નૈગમનયના ઉત્સાહને ધારણ કરવો જોઈએ. આત્માના ગુણોનું જ સ્મરણ કરવામાટે અને અન્ય જીવોનાં દૂષણ ન જોવાય તે માટે, સંગ્રહનયની દષ્ટિથી સર્વત્ર દેખવું જોઈએ. સુનિમિત્ત અને કનિમિત્તને વિવેક કરવાને માટે વ્યવહારનયદષ્ટિથી દેખવું જોઈએ અને અન્તરમાં શબ્દાદિનયકથિત આત્મધર્મની પરિણતિ ખીલવવા માટે નિશ્ચયનયકથિત ધર્મનો ઉપયોગ ધારણ કર જોઈએ. સર્વે આત્માઓની સાથે ઐકય ધારણ કરવાને માટે સંગ્રહનયની દૃષ્ટિ ધારણ કરવી જોઇએ. ઉપરના ગુણસ્થાનકપર ચઢવાને માટે શુદ્ધપર્યાયાર્થિક નયનો ઉપયોગ ધારણ કરવો જોઈએ. અનેક પ્રકારના ઉપસર્ગો સહન કરવાને માટે સંગ્રહનય કથિત આત્મસત્તાનું ધ્યાન ધરવું જોઈએ. સારાંશકે આત્માના શુદ્ધગુણે પ્રકટાવવાને માટે ઉપર ઉપરના નયકથિત ધર્મનો ઉપયોગ ધારણ કરવો જોઈએ. નોની અપેક્ષાઓ સમજીને આત્માના ધર્મને પ્રકટભાવ કરવા માટે મુમુક્ષુઓ પ્રયત્ન કરે છે. આત્માને શુદ્ધ ધર્મ અવધ્યા બાદ અશુદ્ધ ધર્મતરફની રૂચિ ઘટે છે અને શુદ્ધ ધર્મ પ્રતિની રૂચિ વૃદ્ધિ પામે છે. શુદ્ધ ધર્મનું સમ્યગ જ્ઞાન થાય છે ત્યારે, અનાદિકાળથી અશુદ્ધ પરિણતિવડે પરિણમન થયું તેનો હૃદયમાં પશ્ચાત્તાપ જાગ્રત થાય છે. સ્યાદ્વાદધર્મમય એવા આત્માને આત્મભાવે અવબોધવાથી આત્મામાં સમ્યકત્વગુણની ઉત્પત્તિ થાય છે અને સમ્યકત્વ બંધ થયા બાદ સમ્યગુમતિથી પ્રવૃત્તિ થાય છે. આત્માને ચોથા ગુણઠાણુથી સમ્યગુમતિને સંબન્ધ થાય છે. સમ્યગુમતિ ખરેખર આત્માને ઉપરના ગુણસ્થાનકમાં પ્રવેશાવવાને માટે દીપકની પેઠે સત્ય પ્રકાશ પાડે છે. આત્મા પોતાના મૂળધર્મને અવધીને પિતાની ભૂલ જાણું લે છે. આત્મા પિતાના ગુણેમાં વિશેષ પ્રકારે રતિ ધારણ કરે છે. ચોથા For Private And Personal Use Only
SR No.008517
Book TitleAnandghanpad Sangraha Bhavarth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages812
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy