SearchBrowseAboutContactDonate
Page Preview
Page 671
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪૧૪ ) उदर भरनके कारणे रे, गौआं वनमें जाय ॥ ચાર જો વિદુ વિશ ોિ, વાળી સુરતિ વાછરબામાંăને ઘેંશા सात पांच साहेलीयां रे, हिलमिल पाणी जाय ॥ ताली दिये खडखड हसे रे, वाकी सुरति गगरुआमाहेरे || ० || २ || આ ભાવાર્થ:--શ્રીમદ્ આનન્દઘનજી મહારાજ કહે છે કે, હું ચેતન ! તું શ્રી જિનેશ્વર ભગવાનના ચરણમાં આ પ્રમાણે ચિત્ત લાવ! પ્રમાણે અરિહંત ભગવાનના ગુણ ગાવામાં ચિત્ત ધારણ કર! પ્રેમ અને ભક્તિથી પ્રભુનું સ્મરણ કર્યાવિના હૃદયની શુદ્ધિ થતી નથી. ખાતાં, પીતાં, ઉઠતાં, બેસતાં અને અનેક પ્રકારનાં વ્યાવહારિક કાર્યો કરતાં છતાં પણ પ્રભુભક્તિમાં લીનતા ધારણ કર! અરિહંત પ્રભુમાં સુરતા રાખીને બાહ્યથી ભાજન વગેરેની પ્રવૃત્તિ કર! સાધ્યને શ્રીમાન, આનન્દઘનજી દૃષ્ટાન્ત આપીને સમર્થન કરે છે કે, જેમ ઉદરનું પેાષણ કરવામાટે ગાયા વનમાં જાય છે–વનમાં ગાયા ચાર ચરે છે અને ચારે દિશાએ પરિભ્રમણ કરે છે, પણ ગાયેાની સુરતા તેા અન્તરથી તેઓના વાછરડાઓમાં છે; પેાતાનાં વાછરડાંઓ ઉપર તેઓને બહુ પ્રેમ હોય છે, તેથી હૃદયમાં તા વાછરડાંનું સ્મરણ હોય છે, તે પ્રમાણે હું આત્મન! તારે પણ પેાતાના હૃદયમાં પ્રભુનું સ્મરણ કરવું જોઈએ, અર્થાત્ અનેક પ્રકારની ઉપાધિયાના સંયોગે છતાં પણુ, અન્તરથી શ્રી અરિહંત પ્રભુમાં સુરતા ધારણ કરવી ોઇએ. માથ દુનિયાનાં કાર્યો કરતાં છતાં પણ, અન્તરથી નિર્લેપ રહેવું જોઈએ. આત્મા જે પરમાત્મામાં સુરતા રાખીને અધિકાર પ્રમાણે ઔદયિકભાવે પ્રવૃત્તિ કરે તે, તે જલ કમલવત્ નિર્લેપ રહેવાને યોગ્યતા ધરાવી શકે છે. આવી દશા કંઈ ઉપર ઉપરના પેાપટીયા જ્ઞાનથી પ્રાપ્ત થતી નથી. ઉચ્ચ આધ્યાત્મિક જ્ઞાનની જે સંપ્રાપ્તિ કરે છે, તેઓ ક્રમે ક્રમે આવી દશાના અધિ કારી બની શકે છે. આત્મતત્ત્વના અનુભવપૂર્વક કથેલા સિદ્ધાંતને અમલમાં મૂકવાથી, આવી-અન્તરમાં સુરતા રાખીને કાર્યો કરવાની શક્તિ પ્રગટે છે. સાત પાંચ સાહેલીએ હળીમળીને કુવાપર પાણી ભરવા જાય છે, તે સાહેલી મસ્તકપર ઘડાએ મૂકી ચાલે છે અને પરસ્પર તાળી દેઈને ખડખડ હસે છે અને વાતા કરે છે, પણ તેઓની સુરતા મસ્તકપર મૂકેલા ઘટમાં હેાય છે, તેથી મસ્તકપરના ઘટ પડી જતા નથી, તેપ્રમાણે હું આત્મન્ ! તારે પણ અન્તરમાં અધ્યાત્મજ્ઞાનના યેાગે સુરતા રાખીને ઉદય આવેલી આવશ્યક બાહ્યક્રિયા કરવી જોઈએ અને અન્તરમાં પ્રભુનું સ્મરણ-સતત રાખવું જોઇએ. For Private And Personal Use Only
SR No.008517
Book TitleAnandghanpad Sangraha Bhavarth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages812
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy