SearchBrowseAboutContactDonate
Page Preview
Page 660
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૦૩) વધારવું જોઈએ, દેશલાભ અને વ્યાપારલાભ માટે અનેક યુદ્ધો કરીને અન્ય મનુના પ્રાણસાટે પણ આગળ વધવું જોઈએ તેમજ મોહના લીધે એવા વિચારો થાય છે કે, “સમતા અને આધ્યાત્મિક વિદ્યાથી મારમારા અને યુદ્ધ કરવાની શક્તિને નાશ થાય છે, માટે સમતા અને આધ્યાત્મિક વિદ્યાને દાબી દેવી જોઈએ, દયાથી મનુષ્પો બાયલા બની જાય છે અને તેથી અન્ય દેશના લોકેના તાબા નીચે રહેવું પડે છે, માટે દયાને દરિયામાં હડસેલવી જોઈએ, પરભવ કેણે દીઠે છે, ધર્મનાં ફળ કેણે દીઠાં છે, સાધુઓ પરભવ અને ધર્મનાં ફળ દેખાડીને મનુષ્યોને દયામય બનાવે છે, માટે સાધુઓને બોયકેટ કરો જોઈએ” એવા વિચિત્ર ફવિચારે મેહના લીધે થાય છે. મેથી, લક્ષ્મી છે તે જ સારભૂત છે, ઇત્યાદિ અનેક કુવિચારે થયા કરે છે; મહના આવા દુષ્ટ વિચારોને અનુભવજ્ઞાન પરિણતિ જાણે છે, તેથી તે મહને ભૂતસમાન માને છે અને આત્મપતિમાંજ પ્રેમને અવધિ ધારણ કરે છે. જગતમાં માહથી મારું મારું કરનારા મનુષ્યનાં શરીર ધૂળ ભેગાં થઈ ગયાં. ખરેખર મોહની ઘેનમાં ઘેરાયેલા મનુષ્ય, દેશમાં, જાતિમાં, ફળમાં અને અન્ય બાબતોમાં મમત્વ કપીને લડી મરે છે. આર્યાવર્તની પાયમાલી કરનાર મેહ છે. જ્યારે રજોગુણ અને તમોગુણરૂપ મેહની વૃદ્ધિ થાય છે ત્યારે, દેશની પાયમાલી થાય તેવાં યુદ્ધો, કલેશે અને સ્વાર્થપણાનાં દુર્લક્ષણે-મનુષ્યોમાં પ્રગટી નીકળે છે. રજોગુણ અને તમગુણથી થએલો ઉદય ખરતા તારાના પ્રકાશની પેઠે ચિરસ્થાયી રહેતો નથી. પાંડવો અને કોની મહાભયંકર લડાઈમાં રજોગુણ અને તમોગુણરૂપ મેહનું સામ્રાજ્ય પ્રવર્યું હતું અને તેથી આર્યભૂમિની પડતી દશા થઈ છે. પૃથુરાજ ચૌહાણ અને જયચન્દ્રને પરસ્પર લડાવનાર, અહંકાર, ઈર્ષા, ક્રોધ અને નિન્દાદિ દોષરૂપ રજોગુણ અને તમોગુણરૂપ મેહ હતે. તમોગુણરૂપ મોહ કલિયુગ, જેના હૃદયમાં પ્રવેશ કરે છે તેની અવનતિ કવિના રહેતો નથી. કરણઘેલાના મનમાં પ્રવેશ કરનાર કામરૂપ મેહ હતો અને તેણેજ તે સમયે ગુર્જર ભૂમિનું રાજ્ય, યવનેના હાથમાં સેપ્યું. મેહ કોઈ વખત પરસ્પરની નિન્દાનું રૂપ લઈને મોટા મોટા પુરૂષોને પણ લડાવી મારે છે. દરેક ધર્મના આચાર્યોને પણ લડાવી મારનાર મેહ છે. મુસભાના કેટલાક બાદશાહોએ મોહના ગે હિન્દુઓને રીબાવી રીબાવી મારી નાખ્યા અને હોજનાં પાણી પાયાં; તેમજ કેટલાક બીજા ધર્મવાળાઓના મનમાં પણ મેહે પ્રવેશ કર્યો અને તેઓને જોર-જુલમથી પોતાનો ધર્મ વધારવાનું જણાવ્યું. આ For Private And Personal Use Only
SR No.008517
Book TitleAnandghanpad Sangraha Bhavarth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages812
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy