SearchBrowseAboutContactDonate
Page Preview
Page 616
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૫૯ ) ભાવને વૈરાગ્ય કથે છે. વૈરાગ્યના-દુઃખ ગર્ભિત વૈરાગ્ય, મેહ ગર્ભિત વૈરાગ્ય, અને જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય, એ ત્રણ ભેદ પડે છે. જ્ઞાનગર્ભિત વૈરાગ્યની પ્રાપ્તિ થયાવિના ઉપરના ગુણસ્થાનકની પ્રાપ્તિ થતી નથી. ત્રણ પ્રકારના વૈરાગ્ય પૈકી પિતાને કયો વૈરાગ્ય છે, તે વાચકે સ્વયમેવ વિચારી લેવું. પદાધમાં રાગ થવાનું કારણ શું છે અને વૈરાગ્ય થવાનું કારણ શું છે? એ બે બાબતને વિવેકદૃષ્ટિથી વિચાર કરતાં વૈરાગ્યની પ્રાપ્તિ થાય છે. સાંસારિક વસ્તુઓ ખોટી છે, એમ બેલવા વા સાંભળવા માત્રથી ઉત્તમ વૈરાગ્યની પ્રાપ્તિ થતી નથી; સાંસારિક પદાર્થોનું શાસ્ત્રાધારે જ્ઞાન કરવાની આવશ્યકતા છે. દ્રવ્યાનુયોગને પરિપૂર્ણ અભ્યાસ કરવાથી જ્ઞાનગર્ભિત વૈરાગ્યની પ્રાપ્તિ થાય છે. શમશાનીયા અને હલદરિયા વૈરાગ્યથી કંઈ ઉત્તમ દશાની પ્રાપ્તિ થઈ શકતી નથી. મુખ ઉદાસીન કરીને બેસી રહેવું વા શેકાતુર મન કરી દેવું, એ કંઈ ખરા વૈરાગ્યનું લક્ષણ નથી. તત્ત્વજ્ઞાનના અભ્યાસથી ઉત્તમ વૈરાગ્ય પ્રાપ્ત થાય છે અને તેથી દુનિયાની વસ્તુઓમાં ઈષ્ટત્વ અને અનિષ્ટત્વની બુદ્ધિ રહેતી નથી. ઉત્તમ જ્ઞાનગર્ભિત વૈરાગ્યમિત્રની પ્રાપ્તિ થાય છે ત્યારે, અન્તરમાં રમણુતારૂપ સુરત ક્રીડાની પ્રાપ્તિ થાય છે. બાહ્યની રમણતા વૈરાગ્યથી ટળે છે અને તેથી મન અન્તરમાં-આત્મસમ્મુખ થાય છે અને તેથી અત્તરની શુદ્ધ રમણુતારૂપ સુરત-ક્રીડામાં સહજ આનન્દ પ્રકટે છે. અત્તરની સુરત કીડાને ઉત્તેજિત કરનાર બાર ભાવનારૂપ નદીની આવશ્યકતા છે. ભાવનારૂપ નદીનું સમતારૂપ જલ છે. નદી અને તેના જલવડે અન્તરની શુદ્ધ ૨મણુતારૂપ કીડા કરવામાં આવે છે અને તેથી આત્મા ક્ષણે ક્ષણે અનન્ત સુખનો ભોગ ભોગવે છે. અન્તરમાં ધ્યાનરૂપ ચહિવ ભર્યો રહે છે અને તેને સ્પશીને સમસ્વરૂપ વાયુ વાય છે, તેથી અન્તરનું જીવન ક્ષણે ક્ષણે પુષ્ટ થતું જાય છે; અન્તરમાં સમસ્વરૂપ વાયુ પ્રગટાવવા માટે પ્રયત્ન કરવાની જરૂર છે. સમપણું એ શબ્દનો અર્થ એ થતો નથી કે, રસત્ય ધર્મ અને અસત્ય ધર્મને એકસરખા ગણવા. બાહ્ય પદાર્થોમાં ઈષ્ટત્વ અને અનિષ્ટત્વ ભાસે નહિ ત્યારે સમપણું પ્રાપ્ત થાય છે. આત્માની જ્ઞાનાદિ ગુણવડે ઉચ્ચ દશા જેમ જેમ વધતી જાય છે, તેમ તેમ સમત્વ ગુણ વધતું જાય છે. જે મનુષ્ય સમત્વ ગુણના અધિકારી થવા પ્રયત્ન કરે છે, તે જ મનુષ્પો પરમાત્મપદ પામવા માટે અધિકારી બને છે. ક્ષણિક વસ્તુઓને તેના સ્વભાવે નિરખવી અને જાણવી, કિન્તુ તેમાં ઈનિષ્ટત્વ બુદ્ધિ થવા દેવી નહિ; આવી દશા પ્રાપ્ત કરવા અહર્નિશ અભ્યાસ કર્યા કરે. સમત્વ ગુણરૂપ વાયુથી દરેક મનુષ્યો અન્તરના ગુણનું પોષણ કરી શકે For Private And Personal Use Only
SR No.008517
Book TitleAnandghanpad Sangraha Bhavarth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages812
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy