SearchBrowseAboutContactDonate
Page Preview
Page 566
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૦૯) કથાય છે. સિદ્ધપરમાત્માનું પરિપૂર્ણ સ્વરૂપ વર્ણવી શકાતું નથી. લેકના અગ્રભાગે તેઓ સાદિઅનતમા ભાગે રહે છે, તે મુક્તિસ્થાન શાશ્વત છે. સિદ્ધાત્માઓ ત્યાં સમયે સમયે અનન્તસુખ ભોગવે છે. સિદ્ધપરમાત્માએ સહજ સુખમાં વિલાસ કરે છે. પૌલિક સુખ કૃત્રિમ છે, પૌલિક સુખ ક્ષણિક છે; સહજસ્વભાવે થતું સુખ અનન્ત છે અને તેને નાશ થતો નથી. કેટલાક પથ્થવાળાએ પરમાત્માને હાંસીના કરનાર માને છે. પણ વસ્તુતઃ જોતાં કર્મરહિત સિદ્ધ, કેઈની હાંસી કરેજ ક્યાંથી? સિદ્ધપરમાત્મા અવિનાશી છે, પૌલિક વિકારથી રહિત છે. સિદ્ધપરમાત્મામાં એકત્રીસ ગુણે રહ્યા છે, તે પ્રકારાન્તરથી શ્રીમદ્દ જણાવે છે. જ્ઞાનાવરણીયના પંચભેદ ટળવાથી પંચ પ્રકારનું જ્ઞાન ઉત્પન્ન થાય છે. દર્શનાવરણયના નવ ભેદ ટળવાથી નવ ગુણ ઉત્પન્ન થાય છે. વેદનીયના બે ભેદ ટળવાથી આત્મા અવ્યાબાધ સુખ પ્રાપ્ત કરે છે. મેહનીયની અઠાવીશ પ્રકૃતિ છે પણે તેને દર્શન મેહનીય અને ચારિત્રમોહનીય એ બેમાં સમાવેશ થાય છે. દર્શનમેહનીયના નાશથી ક્ષાયિક સમ્યકત્વ ગુણ ઉત્પન્ન થાય છે; ચારિત્રમેહનીયના નાશથી ક્ષયવરાત્રિ પ્રગટે છે. આયુષ્યકર્મની ચાર પ્રકૃતિ છે, તેના નાશથી તાલિમનરસ્થિતિ પ્રાપ્ત થાય છે. નામકર્મની એકશે ને ત્રણ પ્રકૃતિ છે, પણ તેને શુભ અને અશુભ એ બેમાં સમાવેશ થાય છે. નામકર્મના નાશથી અરૂપી ગુણ ઉત્પન્ન થાય છે. નીચ અને ઉચ્ચ એ બે નેત્રકમના બે ભેદ છે; ગોત્રકર્મના નાશથી અગુરૂ લઘુ ગુણ ઉત્પન્ન થાય છે. અન્તરાયકર્મના પંચભેદ છે તેના नाशथा अनन्तदान, अनन्तलाभ, अनन्तभोग, अनन्तउपभोग मने अनन्तवीर्य એવા પાંચ ગુણ ઉત્પન્ન થાય છે. સર્વ ગુણેને આ પ્રમાણે સરવાળે કરતાં એકત્રીશ ગુણ થયા. આ એકત્રીશ ગુણ ગણવાની રીતિ શ્રીમદે કેવી રીતે કરી હશે તે તેઓ જાણે. અમારા સમજવા પ્રમાણે પાનતારા વગેરેમાં એકત્રીશ ગુણ જુદા પ્રકારે જણાય છે. સિદ્ધપરમાભામાં એ સર્વ ગુણે યુગપતસમયમાં રહે છે, સિદ્ધાત્મામાં કેવલજ્ઞાન અને કેવલદઘેન પણ ગુપત રહે છે. જિનભદ્રગણિ ક્ષમાશ્રમણના મતપ્રમાણે સિદ્ધપરમાત્માને પ્રથમ સમયે કેવલજ્ઞાનનો ઉપયોગ હોય છે અને દ્વિતીય સમયે કેવલદર્શનને ઉપગ હોય છે. તાર્કિક આચાર્યના મત પ્રમાણે બન્નેનાં આવરણ ગુપતા થવાથી બન્ને ઉગ સાથે હોય છે. આ સંબધી વિશેષ ચર્ચા શ્રી પરમાત્મજ્યતિ નામના અમદીય ગ્રન્થમાંથી જોઈ લેવી. શ્રી સિદ્ધપરમાત્માના અનન્તગુણે છે, પણ મુખ્ય ત્રણ તથા એકત્રીશ આદિ વર્ણવ્યા છે. જ્ઞાનાદિ અનન્તગુણના આ For Private And Personal Use Only
SR No.008517
Book TitleAnandghanpad Sangraha Bhavarth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages812
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy