SearchBrowseAboutContactDonate
Page Preview
Page 532
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ર૭૫ ) શ્રીમદ્ આનન્દઘનજી કયે છે કે, અત્યંત પાપરૂપ અપરાધને કરનાર દાસ છે. હવે જે મારી લાજ હૃદયમાં ધારીને મને સુધારશે અને તારશે તો આપની ઉદારકતા અવધીશ. પરમાત્માને હૃદય નથી. મન, વાણી અને કાયાથી રહિત સિદ્ધ પરમાત્મા છે, પણ ભક્ત, ભક્તિના આવેશમાં આવીને ઉપર્યુક્ત વાણું વદે છે. આપ કહેશો કે, તું અન્યને ઉપાસક છે, માટે તને હું કેવી રીતે ઉદ્ધારી શકે? આવી વૈતભાવના રાખ નહિ. ઉપાસ્ય અને ઉપાસક બે ભેદ છે એ વિચાર આપને કર યોગ્ય જણાતો નથી. પરમાત્માને દુવિધા હોતી નથી, તે પણ ભકત ભક્તિના પ્રેમાવેશમાં આવીને ભગવાનને આ પ્રમાણે કહે છે. રાગદ્વેષને પરિપૂર્ણ ક્ષય થવાથી પરમાત્મામાં કઈ પણ જાતની બાહ્ય દુવિધા નથી. ભક્તિના ઉલ્લાસમાં આવેલ અને પ્રેમમાં લદબદ થએલે ભક્ત જે બોલે છે, તેમાં ભક્તિરસની અને પ્રાર્થોનાની મુખ્યતા અને હૃદયની શુદ્ધતા અને ભક્તિજન્ય નમ્રભાવ જોવાની આવશ્યકતા છે. ભક્તિના રસની ધૂનમાં મસ્ત બનેલ ભક્ત, પરમાત્માની સાથે ઐક્ય અનુભવે છે અને તેવા ભક્તિસાધ્ય ઐક્યભાવમાં પરમાત્મદશાને અનુભવ કરી શકે છે. ભક્તિની ધૂનમાં રસિક બનેલ ભક્ત, એક નાન્હા બાળકની પેઠે પ્રભુને પિતાતરીકે માનીને લાડકવાયાં વચને વદે છે અને તે વખતે તે જગતની સાથેનું દ્વતભાન ભૂલી જાય છે. ભક્તિરસથી તેનું હૃદય આનન્દમય બને છે, તત સમયે સત્વગુણ ખીલી ઉઠે છે અને પિતાને અમૃત કિયાના અનુષ્ઠાનમાં આસક્ત થએલે દેખે છે. પ્રભુ ને હું જુદા છીએ એવું પણ તે ભાન ભૂલી જાય છે અને પરસ્પરની અદ્વૈતતામાં ભક્તિગની સમાધિને અનુભવે છે. હે પરમાત્મ નાથ ! જે વાત ગઈ તે ગઈ. હવે તો કેર આવું કરશે નહિ. સેવકનો ઉદ્ધાર કરવામાં લગારમાત્ર વાર લગાડે નહિ. સેવકને તારો એ આપની મુખ્ય ફરજ છે. આપને પ્રાપ્ત કરવાના ભક્તિરૂપ દ્વાર આગળ-નજીક આ દાસ છે તેને પિતાને કરી લે. આપને હું શુદ્ધ પ્રેમના યોગે બન્યો હવે, આપ એમ કહે કે તું મારે છે, એટલે બસ; આપના સેવકને આનન્દનો પાર રહેવાને નથી. હવે તે આપના દાસને હે પ્રભે! સુધારી લો. આપને વારંવાર બહુ શું કહેવું? હે આનન્દના ઘનભૂત પરમાત્મ હરિ ! આપના નામની પરમ રીતિને આપે નિર્વહવી જોઈએ; એમ શ્રી આનન્દઘનજી મહારાજ શ્રીકૃષ્ણરૂપ વીતરાગદેવને વિનવે છે. હરિ પાનનીતિ રિલ જે પાપને હરે છે તે હરિ કહેવાય છે. સિદ્ધ પરમાત્મા, શ્રીકૃષ્ણ વા શ્રીહરિ છે. પરમાત્માને બાઘની ગોપીઓની લીલા નથી. For Private And Personal Use Only
SR No.008517
Book TitleAnandghanpad Sangraha Bhavarth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages812
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy