SearchBrowseAboutContactDonate
Page Preview
Page 489
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૩ર ) તેજ ઉપદેશ ફેલાવવા પ્રયત્ન કર્યો. કેઈને આત્માનું અસ્તિત્વ મનમાં ન ઉતર્યું તે તેણે ચાર્વાકપણું આદર્યું. આમ તેઓની જેવી મતિ હતી તે પ્રમાણે ક્ષોપશમાનુસારે, જેવું મનમાં આવ્યું તેવું એકજ નયની અપેક્ષાએ કથન કરવા માંડ્યું અને પોતાનાથી વિરૂદ્ધ વિચાર કરનારાઓના મતનું યુક્તિથી ખંડન ક્યું, પણ અન્ય દર્શનકારેનું, કયા નયની અપેક્ષાએ, આત્માના ક્ષોપશમની કઈ દિશાએ, શું કહેવાનું છે, તેના અનવબોધથી પરસ્પર ધર્મવાદની તકરારેમાં–કનું કહેવું, કઈ રીતિએ, કેટલા પ્રમાણમાં સત્ય છે તેને તેઓએ સાર એ નહિ. - જેનદર્શનના પ્રરૂપક શ્રી કેવલજ્ઞાની તીર્થકર મહારાજ હોવાથી, સમવસરણમાં બાર પર્ષદાની આગળ તેમણે પ્રત્યેક નનું સ્વરૂપ દર્શાવ્યું અને એકેક નયના વિચારો દર્શાવ્યા, તેમજ દુનિયામાં એકેક નયના વિચાર કેવી રીતે ઉદભવે છે અને તે એકાન્ત એક નયને જ માની અન્ય નયનો તિરસ્કાર કરવાથી તેઓ મિથ્યાત્વપણાને પામે છે, તે પણ દર્શાવ્યું; સર્વ નયના વિચારને પરસ્પર સાપે ક્ષપણે માનતાં અનેકાંતનયવાદ ઉત્પન્ન થાય છે અને તેથી પ્રત્યેક દ્રવ્યના ધર્મોનું સારી રીતે જ્ઞાન થાય છે, તે પણ દર્શાવ્યું. આ પ્રમાણે જેનદર્શનમાં સર્વ નયવાદની સાપેક્ષતાથી સર્વ ધર્મોને સમાવેશ થવાથી હઠ, કદાગ્રહ, કલેશ, અને જડવાદપણું (નાસ્તિકત્વ) બિલકુલ ટળી જાય છે. સ્વયંભુરમણ સમુદ્રની પેઠે અગાધ ગંભીર એવું જૈનશાસન દુનિયામાં વિજય કરે છે અને સૂર્યની પેઠે સર્વ મનુષ્યોને સત્ય દેખવામાં મદત કરે છે. સર્વજ્ઞકથિત જૈનશાસનમાં આત્માનું નોની અપેક્ષાએ સત્ય સ્વરૂપ દર્શાવ્યું છે. જૈનદર્શનનું જ્ઞાન કરીને આદેયભાગને વિવેક કરવામાં આવે તે, આત્માજ આદેય તરીકે લાગે છે અને આત્માનો શુદ્ધસ્વભાવ પ્રગટ કર એજ રહસ્ય આકળી શકાય છે. સર્વ પ્રકારના વિચારોનો આશ્રય આત્મા છે. રાગ અને દ્વેષના ગે આત્મામાંથી અશુદ્ધ વિચારે પ્રગટે છે અને તેથી આત્માને સહજ આનંદગુણ અનુભવાત નથી. રાગ અને દ્વેષના યોગે આત્મા કર્મની રાશિ ગ્રહણ કરે છે, માટે રાગ અને દ્વેષના વિચારો આવતાજ દબાવવા. આત્માના ક્ષયોપશમની ભિન્નતાએ મનુષ્ય મનુષ્યપ્રતિ ભિન્ન ભિન્ન વિચાર પ્રગટે છે. આત્માના ક્ષાયિકભાવના જ્ઞાને એક કેવલજ્ઞાન વર્તે છે, તેથી સર્વ કેવલજ્ઞાનીઓ એકસરખું જાણે છે અને એકસરખું દેખે છે. આત્માની આવી અપૂર્વ જ્ઞાનલીલા ખરેખ૨ આત્મામાં રહી છે. આત્માની પ્રાપ્તિ For Private And Personal Use Only
SR No.008517
Book TitleAnandghanpad Sangraha Bhavarth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages812
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy