SearchBrowseAboutContactDonate
Page Preview
Page 452
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૯૫) નુસારપણાના ગુણે ખીલવવાથી ધર્મની યોગ્યતા પ્રગટે છે અને જૈનધર્મની કૂળવટ સાચવી શકાય છે. માર્ગોનુસારી ગુણે પ્રાપ્ત થતાં મોક્ષમાર્ગમાં પાદ મૂકવાનો અધિકાર મળે છે. મનુષ્ય દરેક કાર્યમાં પ્રમાણિકપણુથી વર્ત તે સંસાર વ્યવહારમાં પોતાના જીવન ચારિત્રની અન્યના ઉપર શુભ અસર કર્યા વિના રહે નહિ. પિતાની કુળવટને દૂષણું પ્રાપ્ત થાય એવું કેઈપણ કાર્ય કરવું નહિ; એમ જગતમાં ઉત્તમ મનુષ્ય પિતે તે પ્રમાણે વર્તે અન્યને પણ તે બોધ આપે છે. ઉત્તમ જને, કૂળવટનો ત્યાગ કરવાથી અનેક પ્રકારની હાનિ થાય છે, એમ હજારે દષ્ટાન્તથી બોધ આપીને અન્ય મનુષ્યને ઠેકાણે લાવે છે; આ પ્રમાણે સંસાર વ્યવહારમાં ઉપગ દેતાં કૂળવટની સ્થિતિ જણાઈ આવે છે. - સમતા કહે છે કે, હે વિવેક મિત્ર ! જ્યારે આ પ્રમાણે જગતમાં પણ કૂળવટ છાંડવાથી અનેક પ્રકારના કુફાયદાઓ થાય છે અને કૂળવટનું સ્વરૂપ સમજીને તે પ્રમાણે વર્તવાથી અનેક સુલાભ પ્રાપ્ત થાય છે, અર્થાત્ જ્યારે જગતમાં પણ આમ છે, ત્યારે સૂક્ષ્મ ભૂમિકામાં પણ તે પ્રમાણે હોય તેમાં શું આશ્ચર્ય? હે વિવેક! મારા ચેતન સ્વામી પિતાની કૂળવટને મૂળધર્મ જે પોતાના શુદ્ધ ધર્મમાં રમતા કરવી તે છે, તેને ત્યાગ કરીને પરભાવરૂપ અકૂળવટમાર્ગમાં રમે અને અવિરતિ સ્ત્રીના ઘેર પડી રહે, તે તેમના શિરપર અનેક દુઃખ આવી પડે અને ચોરાશી લક્ષ જીવ યોનિમાં પરિભ્રમણ કરવું પડે, એમાં શું આશ્ચર્ય? ચેતનને મૂળધર્મ જ્ઞાન, દર્શન અને ચારિત્ર છે; હિંસા, જૂઠ, ચેરી, રાગ, દ્વેષ, ઈર્ષા, ઈચ્છા, કામ, કલેશ, પ૨વસ્તુગ્રહણ, પરવસ્તુનું ભોગવવું, પરવસ્તુએનું મમત્વ, પરવસ્તુઓમાં અહત્વ, ઈત્યાદિ ચેતનને, મૂળધર્મ નથી; તેને ચેતન ગ્રહણ કરે તે કૂળવટનો ત્યાગ કર્યો કહેવાય. પરપદાર્થપ૨ રાગ કરવો તે આમાની કૂળવટથી વિરૂદ્ધ છે. જેટલું અહત્વ અને મમત્વ, પરવસ્તુમાં થાય છે, તે આત્માની કૂળવટ વિરૂદ્ધ છે; પરવસ્તુઓમાં અહં અને મમત્વ ક૯૫વાનો હકક આત્માને નથી. આત્મા જ્યારે પિતાનું શુદ્ધ સ્વરૂપ મરતો નથી, ત્યારે તે પરવસ્તુમાં ૨મણુતા કરે છે. પોતાના શુદ્ધ સ્વભાવની બહાર અંશમાત્ર પણ આત્મા ગમન કરે છે તો, તેને જડ વસ્તુના દાસ બનવું પડે છે. પિતાનો મૂળધર્મ ત્યાગીને કાચના કકડા સરખી પણ જેની કિસ્મત નથી, એવી પરવસ્તુમાં આત્માને જવું બિલકુલ યોગ્ય નથી; પિતાના શુદ્ધધર્મમાં રહેવાથી આત્માની શોભા બની રહે છે. જગતમાં પણ કહેવાય છે કે, હદમાં રહો તો માન છે, હદ ઓળંગતાં તમારી કિસ્મત નથી. ખરેખર પોતાને મૂળ સ્વભાવ બદલવાથી દરેક વસ્તુની કિસ્મત For Private And Personal Use Only
SR No.008517
Book TitleAnandghanpad Sangraha Bhavarth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages812
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy