SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૦૩) અધિકારથી સિદ્ધદશાની ખુમારી) સુખને દઈ જા. અર્થાત આત્મિક સહજસુખને અત્રે આવીને આપ. તું બાહ્યપ્રદેશમાં પરિભ્રમણ કરે છે તે અસત્ય છે, દુઃખકર છે, માટે બાહ્યપ્રદેશમાં લેશમાત્ર પણ ગમન કર નહીં. પરસ્વભાવમાં રાચવું અને સાચવું એજ બાહ્યપ્રદેશગમન છે. બાહ્યપ્રદેશગમનથી કદી સુખ મળ્યું નથી અને ભવિષ્યમાં મળનાર નથી. આત્માના સ્વભાવમાં રમણુતા કરવી તે અન્તરપ્રદેશ છે. અન્તરપ્રદેશમાં, આવીને તે અન્તરામ નવલનાગર! મને સુખ આપ ! ! અન્તરમાં આત્મા, રમણ કરે છે તો અનઃસુખ પ્રગટે છે એમ આનન્દઘનજી કહે છે. पद ३६. (રાગ મારી.) वारे नाह संग मेरो, यूंही जोबन जाय । ए दिन हसन खेलनके सजनी, रोते रेन विहाय. ॥वारे ॥१॥ ભાવાર્થ –ક્ષાયિક શુદ્ધચેતના કહે છે કે, હું સમતા સખિ ! હું તને મારી દુ:ખવા શુણાવું છું. મારા ચેતન સ્વામી ક્ષપશમભાવના ચરિત્રધારક હોવાથી તથા છદ્મસ્થ દશાવાળા હેવાથી હજી અન્તરાત્મદશામાં છેટા છે અને હું તે તેરમાં ગુણસ્થાનકમાં રહેનારી ક્ષાયિક શુદ્ધચેતના અર્થાત્ કેવલજ્ઞાનદૃષ્ટિ છું. મારા સ્વામિ હજી અત્તરાત્મદશાવાળા હોવાથી મારી દશાને જાણું શકતા નથી. મારું હૃદય નહીં જાણવાને લીધે અને મારા સંબંધમાં નહીં આવવાના લીધે મારૂં ભરયૌવન વય ચાલ્યું જાય છે. મારા તેરમાં ગુણસ્થાનકને સમય અનન્ત આનન્દની રમત રમવાને છે. અનત શુદ્ધ રમણતાને ખેલ ખેલવાને આ વખત છે, અને આવા પ્રસંગે આનન્દ મળે નહીં તેથી તેવા અનેક પ્રકારની ચિન્તાઓમાં આકુળવ્યાકુળ બની ગઈ છું અને મારા દિવસ દેવામાં વીતે છે, એ શું એાછી ખેદજનક વાત છે? હે રમતા સખિ ! મારા દુ:ખની વાત બાલ સ્વામી જાણી શકતા નથી. હું તેમની આગળ દુ:ખનાં રોદણાં જેટલાં રડું તેટલાં ફોક છે. કારણ કે મારા દુ:ખને જાણે નહીં તેની આગળ દુ:ખની વાત કરવી તે અર યમાં રૂદન બરોબર છે. ગંધા ધારા, હે આજ મૂર માઝ રવથા, 2 gવન રાત આ કહેવતની પેઠે મારી વીતક વાર્તા બાલુડા સ્વામિની આગળ સમજવી. હે સખી ! યૌવનવય જે ગાળે છે તેને જ તેનું ભાન થાય છે. મારા સ્વામિ હાલ તો છાધર્થિક For Private And Personal Use Only
SR No.008517
Book TitleAnandghanpad Sangraha Bhavarth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages812
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy