SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૭૭) પઃ ૨૮, (રાગ ગારશાવરી.) શાશા શૌનક્કી થયા , જ્ઞાન સુધારસ પીજે. આ भटके द्वार द्वार लोकनके, कूकर आशा धारी । आतम अनुभव रसके रसिया, उतरे न कबहु खुमारी.॥आ०॥१॥ ભાવાર્થ-શ્રીમદ્ આનન્દઘનજી મહારાજ કહે છે કે હે ચેતન ! તારે અન્યની આશા શા માટે કરવી જોઈએ? હે ચેતન ! તારે તો જ્ઞાનરૂપ અમૃતરસ પીવું જોઈએ. લોકના બારણે બારણે રોટલાના કકડાની આશાએ વારંવાર ભટકતા કૂતરાની પેઠે તે અનાદિકાળથી આશાને ધારણું કરી, પણ તેમાં જરા માત્ર પણ સતોષ મળ્યો નહીં. ધનની આશા,કીર્તિની આશા, માનની આશા, આજીવિકાની આશા, પુત્રાશા, લલનાશા, કામાશા, વૈભવાશા અને પૌલિક સુખાશા, વગેરે અનેક પ્રકારની આશાઓ ધારણ કરીને ચેતન ચતુર્ગતિરૂપ સંસારમાં પરિભ્રમણ કરે છે. આશાના યોગે ચેતન તાઢ અને તડકાનાં દુ:ખોને સહે છે. આશાના યોગે ચેતન, અનેક પ્રકારનાં મરણત કોને રહે છે. ઘાંચીની ઘાણીના વૃષભની પેઠે આશાના વશમાં ચેતન જ્યાં ત્યાં અને કરગરતો ફરે છે. બાહ્યવસ્તુઓની આશાએ અનેક પ્રકારનાં પાપાચરને સેવે છે. આશામાં ફસાયેલે ચેતન અનેક પ્રકારના વિકલ્પ અને સંકલ્પ કરીને આસવમાં ઘસડાતો જાય છે; આશારૂપ ખાડીનું તળીયું દેખાતું નથી. હે ચેતન ! આશાના વશમાં પડીને તું કેમ પિતાનું શુદ્ધ ધન જેતે નથી. તું ચૈતન્યલક્ષણ લક્ષિત છે. પર વસ્તુઓ ગમે તેવી દુનિયામાં પ્રિય ધન તરીકે મનાયેલી હોય પણ તે જડ છે. જડથી તું ભિન્ન છે. જડ વસ્તુઓની ઇચ્છા કરવી તે વિષસમાન છે. જડ વસ્તુઓનો અર્થાત આશારૂપ વિષને ત્યાગ કરીને આત્માને અનુભવરૂપ અમૃતરસ પીવે જોઈએ. પરવસ્તુની પ્રાપ્તિ અર્થ થતી આશાની ક્ષણિક સુખખુમારી અલ્પકાળમાં ટળી જાય છે. આત્માના અનુભવરૂપ અમૃતરસના પાનથી આત્માનુભવ રસિકેને જે ખુમારી ચઢે છે તે તો ઉતારવાથી પણ કદાપિ ઉતરતી નથી અને તે આત્માનુભવ અમૃતરસપાનથી જે સહજસુખનું ઘેન ચઢે છે તેની આગળ ઈન્દ્ર, ચન્દ્ર અને નાગેન્દ્રનાં સુખ પણ એક બિન્દુ માત્ર પણ નથી, માટે હે ચેતન ! તારામાં સહજ સુખ છે તેને મૂકીને તારે અન્ય વસ્તુઓની આશા શા માટે કરવી જોઈએ? For Private And Personal Use Only
SR No.008517
Book TitleAnandghanpad Sangraha Bhavarth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages812
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy