SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બાઘસુખ મેળવવાની આતુરતા રાખે છે, વૈષયિક સુખની પ્રાપ્તિ માટે શરીર તાપને સહે છે, તે તે તાપને મટાડી દે; શરીર દ્વારા અનેક જીવોને સંતાપ કરે છે, તેથી કાયાની શુદ્ધિ થતી નથી, માટે તનને તાપ બુઝા. આ પ્રમાણે તમે પિતાના જીવની વાત કરશે તો તે તમારા સામું જોશે. મનની આંટી અને તનને તાપ એકદમ તમારાથી દૂર થવાનો નથી. પણ તે બેને નાશ કરવા માટે પ્રભુના વચનરૂપ અમૃતરસને છાંટા પડશે. અર્થાત્ પ્રભુની વાણીનું હૃદયમાં મરણ, મનન, નિદિધ્યાસનરૂપ સિંચન કરવું પડશે અને તેથી તે બેનો નાશ થશે. એમ હે પ્યારા સ્વામિન્ ! મારી આ પ્રમાણે ભલામણ છે. नेक नजर निहारियें रे, उजर न कीजें नाथ । तनक नजर मुजरे मिले प्यारे, अजर अमर सुख साथ.॥रीसा०॥३ ભાવાર્થ.–સુમતિ આત્માને કહે છે તે સ્વામિન્ ! શુદ્ધચેતનાને મનાવવાનો દ્વિતીય ઉપાય આ પ્રમાણે છે. કરૂણદષ્ટિથી સર્વ જીવોને દેખો, ખરાબ દૃષ્ટિથી કઈ જીવોને દેખ નહીં. વાત શીને સર્વ જીવો , માવા ચિત્ત ધારે . સર્વ જીવોપર દ્રવ્ય અને ભાવકરૂણુદષ્ટિથી જેવું. વેર, ઝેર અને નિન્દાદ્રષ્ટિને ત્યાગ કરવો જોઈએ. કેઈ જીવનું બુરું કરવાની દષ્ટિ ધારણ કરવી નહીં, તેમજ પર પુલવસ્તુને સ્પૃહાની દૃષ્ટિથી દેખવી નહીં. આ પ્રમાણે જે તમે દૃષ્ટિની શુદ્ધતાને ધારણ કરશે અને પશ્ચાત શુદ્ધચેતનાનો સ્વદષ્ટિથી મુજર કરશે તે તમને તે મળશે. કારણ કે તે શુદ્ધ ગુણો વડે અને શુદ્ધ દૃષ્ટિવડે આકર્ષાય છે. આ પ્રમાણે તમે નિર્મલ દષ્ટિ કરશે તે મારી શુદ્ધચેતના સખી તમારી પાસે આવ્યા વિના રહેનાર નથી. અને શુદ્ધચેતના મળતાં તમને વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થશે નહીં; તેમજ મૃત્યુ પણ પ્રાપ્ત થશે નહીં અને સદાકાલ શુદ્ધચેતનાની સાથે અનન્તસુખ સમયે સમયે ભેગવશે. રાજા મુજરો કરનારના સામું જુવે છે તે તેને સુખ મળે છે તેમ શુદ્ધચેતના, ચેતનને મુજ કરે છે ત્યારે તેને અવ્યાબાધ સુખ મળ્યા વિના રહેતું નથી. શુદ્ધચેતનાને મેળાપ થતાં આત્મા પરમાત્મપદને પામે છે તેથી તેને કોઈ પણ જાતનું દુઃખ રહેતું નથી. લોક અને અલોક સર્વે પદાર્થો તે વખતે આત્મામાં ભાસે છે, ક્ષાયિકભાવની નવલબ્ધિ આત્મામાં પ્રગટ થાય છે. અને અનન્તસુખમાં આત્મા સાદિઅનન્તમા ભાગે વિલસે છે. For Private And Personal Use Only
SR No.008517
Book TitleAnandghanpad Sangraha Bhavarth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages812
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy