SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૫ ) ભરેલી છે અને અનંત આનંદથી ભરેલી છે, તેની અકળકળા છે. હું આત્મરૂપ ઘડીયાલી ! તું ત્હારી સહજમૂળ આનંદરૂપ ઘડીયાલને વગાડ, તેમાં તને સુખ છે એમ શ્રીઆનંદઘનજી મહારાજ કહે છે. ૩ पद ३. (૨૧ વૈજ્ઞાવલ. ) Acharya Shri Kailassagarsuri Gyanmandir जीय जाने मेरी सफल घरीरी. सुत वनिता धन यौवनमातो, गर्भतणी वेदन विसरी. जीय० ॥ १ ॥ सुपनको राज साच करी माचत, राचत छांह गगन बदरीरी ॥ आइ अचानक काल तोपची, ग्रहेगो ज्युं नाहर बकरीरी. जी० २ ભાવાર્થ.—માહષ્ટિથી દેખનાર જીવ એમ જાણે છે કે આજની ઘડી મારી સફળ છે. પુત્ર, સ્ત્રી, ધન અને યૌવનમાં મર્દોન્મત્ત થએલ જીવ ખાદ્ય પુત્રાદિ વસ્તુમાં અહંતા અને સુખબુદ્ધિ ધારણ કરીને મનમાં ખુશ થાય છે. મનમાં જાણે છે કે અહા ! મારે અવતાર સફળ છે, મને સસારમાં કેટલું બધું સુખ છે? પણ મૂર્ખ જીવ, પેાતાને ગર્ભમાં થએલી વેદનાને ભૂલી જાય છે. માતાના ઉદરમાં નવ માસ પર્યંત અત્યંત સહન કરેલું દુઃખ તેમજ માહિર્ નીકળતાં થએલું અત્યંત દુઃખ ભૂલી ગયા. અહા! જીવની કેવી અજ્ઞાનદશા ? અહો કેવી ભ્રાંતદશા થઈ? ગર્ભની વેદના ભૂલી ગયા એટલાથીજ માત્ર અસ થતું નથી પણ તે સ્વગ્નના રાજ્યસમાન ખાદ્યવસ્તુની ઋદ્ધિને પણ સત્ય માને છે. અહો કેવી ભ્રાન્તદશા? તેમજ તે ગગનમાં થએલી વાદળીચેાની છાયામાં ઉભા રહી ખુશી થાય છે. ગગનની વાદળીયાની છાયા સમાન શાતા વેદનીય છે અને તાપ સમાન અશાતા વેદનીય છે. શાતાયેાગે મળેલા પુત્ર ધનાદિ સંબંધ તે ગગનની વાદળીની છાયા સમાન છે. શાતારૂપ વાદળીને વિખરતાં વાર લાગવાની નથી, ઘડીમાં જતી રહે છે છતાં મૂઢ જીવ, શાતાવાદળીની ક્ષણિક છાયામાં આનંદ માને છે એ કેવી ભ્રાંતદશા? પેાતાને મળેલા વૈભવમાં તન્મય બની રહે છે પણ જો કાળ તોપચી એવામાં આવી પહોંચ્યા તે અકરીને નાહર (નાર ) જેમ પકડી લે છે તેમ તને પકડી લેશે. જો કાળ આવી પહોંચ્યા તેા પછી તારૂં બકરી નાહરના દૃષ્ટાંત પ્રમાણે કંઈ ૧. સુપનો રાગ સાચરી માવત, રાવત ચાંદું ગાન વત્તુરીરી આ પાને ઠેકાણે અતિહિં અશ્વેત છુ ચેતત નહિ. પરી ટેવ હરિ હરીરી. એવે પાઠ ચાર પ્રતિયામાં છે તેથી તે સ્થાનમાં તેવા અર્થ અવળેાધવા. For Private And Personal Use Only
SR No.008517
Book TitleAnandghanpad Sangraha Bhavarth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages812
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy