SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૦ ) છે; તેમાં બહુ રસભરી રીતે શિખામણના શબ્દોવડે મનાવવા સંબન્ધી ઉપાય-કુંચીએ દર્શાવી છે. ઓગણીશમા પદમાં આધ્યાત્મિક પાત્રોને હૃદયના ઉંડા અનુભવરસે રસેલાં અવલોકી શકાય છે. વીશમા પદમાં પણ આધ્યાત્મિક પાત્રોની ઉજજવલતા સંબન્ધી અનુભવજ્ઞાનવર્ડ હૃદચારાને શબ્દોવડે કય્યા છે. તેમને સાંસારિક વસ્તુઓનું વિશાલ જ્ઞાન હતું, કે જે સૂક્ષ્મ આન્તરિક પાત્રોમાં પણ વસ્તુઓદ્વારા નિર્દેશું છે; તેનું જેમ જેમ મનન કરવામાં આવે છે તેમ તેમ તેમાંના ખરે અભિનવભાવ ઝળકતા જાય છે. એકવીશમા પદમાં આત્માની નિશાની સંબન્ધી ઉદ્ભારાના ઉભઆત્માની રાએ માલુમ પડે છે-આ પદ સંબન્ધી એક કિંવદન્તી નિશાની. નીચે મુજમ છે. એક વખત શ્રીમદ્ વિકાનેરની મહાર રમશાન પાસેના પ્રદેશમાં પડી રહ્યા હતા. િવકાનેરમાં તે વખતે ઘણા ગચ્છના સાધુઓ રહેતા હતા અને અન્યદર્શની વિદ્યાના પણ તે વખતે ત્યાં ઘણા રહેતા હતા. અન્યદર્શની વિદ્યાનાના મનમાં એક વખત એવા વિચાર થયો કે જેનામાં એક આનન્દઘનજી નામના યાગી છે અને તે ગામની બહાર્ રહે છે. આત્મજ્ઞાનમાં તે ઉંડા ઉતર્યાં છે અને તેએ ધ્યાનસમાધિમાં રહે છે માટે તેમને મળીને ખરાખોટાની પરીક્ષા કરવી જોઈએ. પંડિત બ્રાહ્મણા ભેગા થઈને આનન્દઘનજીની પાસે ગયા. અવસર પામી પંડિતા પૈકી એક પંડિતે પૂછ્યું કે, યતિજી આત્માની નિશાની શી છે તે જણાવશે। ? કારણ કે આપ આત્મજ્ઞાની છે. દરેક મતવાળા, આમાને જુદા જુદા ધર્મવાળેા માને છે માટે તેમાં ખરૂં શું છે તે કૃપા કરીને જણાવશે. શ્રીમદે પંડિતની પૃચ્છાના ઉત્તરમાં “ નિશાની વહા વતાવું રે તેરો અહલ ગોચર રૂપ ” એ પદ સ્ફુરણાયોગે ગાયું અને તેના ભાવાર્થ કથીને અનુભવબળે પંડિતાને સાપેક્ષનયની દૃષ્ટિએ આત્મત ત્ત્વની ઝાંખી કરાવી. ખાવીશમા પદમાં આગમના આધારે કારણકાર્યવાદને પૂર્વાપર વિચાર કરતાં તેમને જે અનુભવ પ્રગટચો છે તે શબ્દાદ્વારા જગન્ના કલ્યાણાર્થે બહાર્ કાઢ્યો છે; તે ખરેખર મનનીય છે. તેવીશમા પદમાં અનુભવકલિકાનું સ્વરૂપ દર્શાવ્યું છે. ચાવીશમા પદમાં શુદ્ધ ચેતના પેાતાના મેલાપી આત્માના મેળાપ ઇચ્છે છે અને તે શું કયે છે તે સંબન્ધી ઉદ્ગારા છે. પચ્ચીશમા પદમાં આત્માના જે પ્રત્યક્ષ વિરહ છે તેના યોગે તેમણે હૃદયોદ્ગાર કાઢવા છે; આત્માના વિરહ ખમાતા નથી For Private And Personal Use Only
SR No.008517
Book TitleAnandghanpad Sangraha Bhavarth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages812
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy