SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૭ ) કે રાગદ્વેષરૂ૫ દેષરહિત પરમાત્માને, જગત રચવા આદિની લીલા ઘટતી નથી. જ્યાં એવી લીલા છે ત્યાં રાગદ્વેષરૂપ દોષને વિલાસ હોય છે, માટે ત્યાં પરમાત્મરૂપ સ્વામિપણું ઘટતું નથી. કર્મથી રહિત એવા સિદ્ધબુદ્ધ પરમાત્માસ્વામીમાં રુષ્ટિકતૃત્વ આદિની કલ્પના કરવામાં આવે તે તેમાં પરમાત્મત્વ રહે નહિ. સિદ્ધ પરમાત્મા અનંતગુણના આધાર છે અને તે રાગદ્વેષરહિત છે. અલખ નિરંજન, અરૂપી, અકર્તા, એકતા, એલેશી, નિસંગી અને બાધારહિત એવા સિદ્ધપરમાત્મા તેજ સત્યસ્વામી છે; એમની સાથે શુદ્ધપ્રેમમાં મસ્ત બનીને મેળાપ કરવો જોઈએ. પરમાત્મા શ્રી રૂષભદેવ એ જ સત્ય પ્રિયતમ કાન્ત છે. એમનું પૂજન ખરેખરૂં આત્માના ભાવથી થાય છે. ચિત્તની પ્રસન્નતા એજ પૂજનફલ છે. પ્રભુપૂજનથી ચિત્તની પ્રસન્નતા થાય છે. આત્મામાં સહજાનન્દના ઉભરાઓ પ્રકટે છે. મનને ભાવ ખંડાય નહિ અને પરમાત્માની સાથે મન લાગી રહે, તેજ અખંડિત પૂજા અવબોધવી. સર્વ પ્રકારનાં કપટનો ત્યાગ કરીને પરમાત્મસ્વામીને પોતાના આત્માનું સમર્પણ કરવું એજ પરમ પ્રભુના મેળનો ખરો ઉપાય છે. પરમાત્મસ્વામિને પોતાનું સ્વાર્પણ કરવું એજ ભાવપૂજાનું ખરૂં કર્તવ્ય કાર્ય છે. શ્રીમદ્ આનન્દઘનજી કથે છે કે, પરમાત્મરૂપ સ્વામિના પદની પ્રાપ્તિને ઉપરોક્ત પાય જ સત્ય છે. આનન્દના સમૂહભૂત એવા પરમાત્માસ્વામિને મળવું એજ ખરે મેળ છે અને એજ ખરો પ્રિયતમસ્વામી છે, એમ અન્તમાં અવધાર. આ પ્રમાણે શ્રીમદ્ આનન્દઘનજીના ઉપદેશથી પેલી–શેઠપુત્રીની અન્તર ચક્ષુ ખુલી ગઈ અને ભ્રાન્તિનો નાશ થવાથી સત્ (સત્ત્વ) કે જે બાહ્ય શરીરની ભસ્મ કરવા માટે પ્રગટયું હતું તે ટળી ગયું, અને તે શ્રીમદ્ આનન્દઘનજીની ભક્તશ્રાવિકા બની, અને તે શ્રીમના આધ્યાત્મિક જ્ઞાનનો ફેલાવો કરવા લાગી; આ દન્તકથા સાંભળવા પ્રમાણે લખી છે. શ્રીમન્ની વીશી સંબધી એક દતકથા સાંભળવામાં આવી શ્રીમદની છે અને તે નીચે મુજબ છે. શ્રીમદ્દ એક વખત શત્રચોવીશી સંબ- જયપર્વતપર-જિનનાં દર્શન કરવા ગયા હતા. તેમની ધી કિંવદન્તી. પાછળ શ્રીમદ ઉપાધ્યાય યશવિજયજી અને શ્રી જ્ઞાનવિમલસૂરિ એ બે મુનિવરે ગયા. શ્રીમદ્ આનન્દઘનજી એક જિન મન્દિ૨માં પ્રભુની ભાવસ્તવના કરવામાં લીન થઈ ગયા હતા. ઉપાધ્યાયજી અને જ્ઞાનવિમલજી છાનીમાની રીતે શ્રીમદ્દના જાણવામાં ન આવે એવી રીતે For Private And Personal Use Only
SR No.008517
Book TitleAnandghanpad Sangraha Bhavarth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages812
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy