SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૫૩ ) કંઈક ખટપટ જાગી હાય ! ઇત્યાદિ અનેક કારણેા જોતાં અઢારમા સૈકામાં મુનિયામાં ખટપટ જાગી હોય એમ સિદ્ધ થાય છે. મતભેદ ક્લેશથી અને કુસંપથી ગુરાગને નારા થાય છે અને દાષષ્ટિ દુર્ગુણુના-પ્લેગની પેઠે જ્યાં ત્યાં ફેલાવા થાય છે અને તેથી સંઘમાં અવ્યવસ્થા, અશાન્તિ અને અવનતિનાં ચિન્હો દેખાવ આપે છે. શ્રીમદ્ આનન્દઘનજી મહારાજ આવા—અઢારમા સૈકામાં વિદ્યમાન હતા. તેમના સમકાલીન શ્રીયશેાવિજયજી ઉપાધ્યાય, શ્રાવિનચવિજયનું ઉપાધ્યાય, શ્રીમાનવિજયજી ઉપાધ્યાય, શ્રીલાવણ્યવિજયગણિ, શ્રીવિજયદેવસૂરિ, શ્રીવિજયપ્રભસૂરિ, શ્રીજ્ઞાનવિમલસૂરિ, શ્રીસત્યવિજયજી પન્યાસ, શ્રીવિજયરહ્નસૂરિ, શ્રીજિનહર્ષગણિ, શ્રીરાજસાગરસૂરિ, શ્રીસકલચંદજી ઉપાધ્યાય, શ્રીવિજયસિંહસૂરિ વગેરે મુનિવરા હતા. અન્યદર્શનીયામાં તેમના સમાનકાલીન પ્રેમાનન્દ કવિ હતા. શ્રીમદ્ આનન્દઘનજીએ શ્રમણાવસ્થામાં ઘણા ગચ્છના સાધુઓના પરિચય કર્યો હતા. આગમાના તેમણે અભ્યાસ ર્યો હતેા. તર્કશાસ્રોમાં અને અલંકાર શાસ્ત્રોમાં તેમણે ચાતુર્ય મેળવ્યું હતું. પદોમાં વિરહી સ્રીની વર્ણવેલી દશાને તેમણે અધ્યાત્મમાં ઉતારી છે તે ઉપથી સમજાય છે કે, તેઓશ્રીએ અલંકાર શાસ્ત્રમાં દક્ષતા મેળવી હતી. પૂર્વભવના સંસ્કારયેાગે તેમનું અધ્યાત્મ શાસ્રોતરમ્ મન ગયું અને અધ્યાત્મ શાસ્ત્રોમાં તેમના આત્મા ઠર્યાં. ગચ્છભેદની ક્રિયાઓની તકરારોથી તેઓ કંટાળેલા હતા તેથી તેઓને અધ્યાત્મ શાસ્ત્રોદ્વારા આનન્દરસ લેવામાં વિશેષ રૂચિ પ્રગટવા લાગી. ગ્ય અને શાસ્ત્રસાર દૃષ્ટિ. શ્રીમના હૃદયમાં એજ વિચારો થવા લાગ્યા કે-કર્મગ્રન્થ કમ્મપયડી, પંચસંગ્રહ, વગેરે ગ્રન્થામાં કર્મનું સ્વરૂપ શ્રીમનો વૈરા દર્શાવ્યું છે તે કર્મની સાથે, અનાદિકાલથી આત્માના સંચાગ થયા છે તો હવે કેમ અને કયા ઉપાયેાવડે સંસારમાંથી વ્હેલા મુક્ત થવાય? રાગદ્વેષ જ સંસારનું મૂલ કારણુ છે. સાધુ થયા માદ આત્માના ગુણાની સાધના કરવાની છે. સાધુ થયા બાદ પણ જો શાસન રક્ષા ખટપટામાં પડવામાં આવે તે આત્માના શુદ્ધ ધર્મ સાધી શકાય નહિ; એવી શ્રીમના હૃદયમાં વૈરાગ્યભાવના વહેવા લાગી. શ્રીમના મનમાં એવા વિચારો પ્રગટવા લાગ્યા કે રાગદ્વેષના સંચાગેાથી વિમુક્ત એવા સાધુ અપ્રમત્ત દાને વરી અધ્યાત્મરસમાં ઝીલી શકે છે. રાગદ્વેષના સંયોગાની અસર તેની આસપાસના પ્રાણીઓ ઉપર થયાવિના રહેતી નથી. મારા આત્માનું For Private And Personal Use Only
SR No.008517
Book TitleAnandghanpad Sangraha Bhavarth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages812
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy