SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૩૩) આસક્તિના કીટક જે આત્મા બનતા હોય , તે તે વસ્તુઓમાં કલ્પાચલું ઈષ્ટવ ત્યજી દે, એટલે આત્મવશતાના આસન ઉપર વિરાજવા શક્તિમાન થઈ શકશે. બાહ્યપદાર્થો દેખતાં, કરતાં, ભગવતાં છતાં તેમાં હું અને સુખત્વ જે મેહથી થાય છે તેને હઠાવી દે એટલે સ્વવશતાને પોતાનામાં સ્થાપન કરીને પોતે પરમાત્મદેવ બનવા શક્તિમાન થશે. શુદ્ધ નિશ્ચયનયની અપેક્ષાએ આત્માને જન્મ વા મરણ નથી એમ દઢ વિશ્વાસ રાખીને આત્મામાં જ આત્મભાવ રાખીને જન્મમરણની અપેક્ષાવિનાવ તો, દેખો અને બેલે એટલે પિતાની વાસ્તવિક આત્મવશતાનો ખ્યાલ આવશે. કોઈપણ જડ વસ્તુમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી પ્રતિબંધ રાખ્યાવિના વર્તવામાં આવે છે એટલે આત્મવશતાની અલૌકિતાનું ભાન થાય છે જ. આત્મવશતાના ઉંડા અનુભવમાં ઉતરવું હોય તે-બાહ્યરૂપે હું નથી અને બાહ્ય દશ્ય જે કંઈ છે તે હું નથી એવા દિવ્યભાવને ખીલ. આત્મવશતાથી સહજસુખનું ભાન રહે છે અને દુઃખનો વિપાક દૂર રહે છે. આત્મવશતા પ્રાપ્ત કરવી હોય છે તે સર્વ પ્રકારની વાસનાઓને જ્ઞાનાગ્નિરૂપ યજ્ઞમાં બાળીને ભસ્મ કરવી પડે છે. શુભ અને અશુભ વાસનાઓમાંથી પોતાનું મમત્વ અને જીવ દૂર કરી દો એટલે આત્મવિશતા શું છે તેને ખ્યાલ સ્વયમેવ આવશે. પિતાના આત્માનું સ્વાતંત્ર્ય પ્રાપ્ત કરવાની પ્રથમ કુંચી એ છે કે, આત્માને આત્મદ્રવ્યરૂપેજ દેખો અને તેમાં જડને સંબધ છતાં જડને ભિન્નજ અવલોકવું. હું આત્મા છું અને હું મારી ક્યિા કરું છું અને જડવસ્તુ, ખરેખર જડની ક્રિયા કરે છે; આ પ્રમાણે ભેદજ્ઞાનદષ્ટિની સિદ્ધિ કરીને આત્મા અને આત્માના ગુણોનું અભેદપણે ચિતવન કરવું. આત્મા અને આત્માના ગુણેની ઐક્યભાવે આત્મામાંજ રમણુતા કરવાથી અને પુલને સંબધ છતાં પૌદ્ધલિકભાવમાં અહંવૃત્તિ ન માનવાથી આત્માની સત્ય સ્વતંત્રતા ઝળકી ઉઠે છે. આવી સત્યાત્મવશતાની ઝાંખીનો અનુભવ કરનારા મહાત્માઓ દુનિયામાં છતાં દુનિયાથી નિર્લેપ રહે છે. કાંસ્યપાત્ર અને કમળપત્રને જેમ જલનો લેપ લાગતું નથી તેમ ખરી આત્મવશતાના સુખભેગીઓને પરમેહભાવને લેપ લાગતો નથી. બાહ્યથી મનુષ્ય કદિ ખરે સ્વતંત્ર બની શકતો નથી. બાહ્યથી શરીરમાં રહ્યો પણ અન્તરથી આત્મવશ પ્રાપ્ત કરનાર જ્ઞાની સહજસુખની ખુમારીને સદા ભેગી બને છે. આત્માની સત્યાત્મવશતા અવધતાં એક જાતની અલગસ્તદશા પ્રાપ્ત થાય છે, અને તેથી તેની મન, વાણું અને કાયાની સ્વતંત્ર For Private And Personal Use Only
SR No.008517
Book TitleAnandghanpad Sangraha Bhavarth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages812
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy