SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૩૦ ) નાખીને સત્ય સ્વતંત્ર સુખને આપનાર ખરેખર અધ્યાત્મજ્ઞાન છે; તે સંબધી ઉપાધ્યાય કર્થ છે કે શ્રી. सर्व परवशं दुःख-सर्वमात्मवशं सुखं ॥ પુતટુ સમાન-હૃક્ષ સુનવદુતોઃ || ૧ થ नाहं पुद्गलभावानां-कर्ता कारयिता न च ॥ नानुमन्तापि चेत्यात्म-ज्ञानवान् लिप्यते कथम् ॥ २ ॥ (અધ્યારમોનિવ૬. ) રાગદ્વેષથી પરવસ્તુઓના વશમાં રહેવું એજ દુઃખ છે. પરવસ્તુઓમાં અહંવૃત્તિની આસક્તિથી બંધાવું એજ દુઃખ છે; પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં આસક્તિથી બંધાઈ જવાથી મનુષ્ય અન્તરની બેડીમાં પડે છે અને તે અન્તરથી દુ:ખી રહે છે. પરપુલવસ્તુઓના તાબે થવાથી કદિ કેઈ સુખી થયે નથી. એક પરમાણુના પણ તાબે રહેવાથી આત્માનું ખરું સુખ પ્રગટતું નથી. ચારે બાજુએ લાખો વસ્તુઓ હોય અને પુલમાં આત્મા રહે તે છતાં, પુકલમાં આસક્તિભાવથી જે બંધાવાનું નથી થતું તે પરવશત્વ પ્રાપ્ત થતું નથી. કપાએલી શુભ વસ્તુઓમાં ઈષ્ટભાવ ધારણ કરવાથી અને મનની માન્યતાથી કલ્પાયેલી અશુભ વસ્તુઓમાં અનિષ્ટ ક૯૫ના થવાથી પરવશત્વ પ્રાપ્ત થાય છે. જે મનુષ્ય જડ પદાર્થોમાં ઈષ્ટ અને અનિષ્ટ કલ્પનાથી બંધાઈને તેમાં પરવશ થતો નથી તે મનુષ્ય આ સંસારમાં જીવન્મુક્તની ટિમાં પ્રવેશ કરવા સમર્થ થાય છે. અધ્યાત્મજ્ઞાની પરવશતાનાં બંધનોને છેદે છે અને શુભ અધ્યવસાની બાજીનો નાશ કરીને શુદ્ધધર્મ પ્રગટાવે છે. અધ્યાત્મજ્ઞાની પિતાનામાં પરવશતાની બેડીને કપત નથી અને તેથી દુ:ખી પણ થતા નથી. જે મનુષ્ય પરવશ રહે છે તેને સ્વમમાં પણ સુખ મળતું નથી. જેના વશમાં રહે છે તે વસ્તુઓ ખરેખર આત્માની કિસ્મત આંકી શકવા સમર્થ થતી નથી અને ઉલટી તે વસ્તુઓની મમતાથી આત્માની આનન્દદશા આ૨છાદિત થાય છે; આવી સ્થિતિ અવસ્થા પશ્ચાત્ જ્ઞાની પરવશતા ધારણ કરવા ઈચછા કરે? અલબત કઈ જ્ઞાની પરવશતારૂપ દુઃખોપાધિ પ્રાપ્ત કરવા ઈછા કરે નહિ. અજ્ઞ મનુષ્ય સુખની બુદ્ધિએ પરવસ્તુની પરવશતામાં ફસાઈને અને હાયવરાળ કરે છે અને નિરાશાયુક્ત દુઃખના ઉદ્ગારેથી અન્યોને પોતાની બ્રાંતદશાનું ચરિત્ર જણાવે છે. દુનિયામાં છેલ્લી વખતે નિરાશા-પરવશતા અને દુઃખના ઉદ્ગારે બહિરુ For Private And Personal Use Only
SR No.008517
Book TitleAnandghanpad Sangraha Bhavarth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages812
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy