SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૨૧) भुक्ताःश्रियःसकलकामदुधास्ततः किं । सुप्रीणिताःप्रणयिनः स्वधनैस्ततः किं ॥ दत्तं पदं शिरसि विद्विषतां ततः किं । कल्पंस्थितंतनुभृतांतनुभिस्ततः किं ॥ ३ ॥ इत्थंनकिञ्जिदपि साधनसाध्यजातं । स्वमेन्द्रजालसदृशं परमार्थशून्यम् ॥ अत्यन्तनिर्वृतिकरंयदपेतबाधं । सद्ब्रह्मवाञ्छतजना यदि चेतनास्ति ॥ ४ ॥ (વિરોષાવરય.) આ શ્લોકેને ભાવાર્થ હૃદયમાં મનન કરીને ધારવામાં આવે છે, અધ્યાત્મશાસ્ત્રોએ દર્શાવેલ સત્યસુખની દિશામાં આત્માનું ગમન થાય. વિષયનું સુખ તે પરમાર્થથી જોતાં ખજ છે. विसयसुहंदुख्खंचिय, दुक्खपडियारओतिगिच्छन्च तं सुहमुवयाराओ, नउवयारोविणातचं ॥ ( વિરોબાર. ) વિષયિક સુખ તે વસ્તુતઃ દુઃખજ છે, કારણ કે તે દુઃખના પ્રતિકારરૂપ છે. માટે દુષ્ટ અર્શ આદિની ચિકિસાની પેઠે વિષયપદાર્થોમાં સુખને ઉપચાર છે અને ઉપચાર તે વસ્તુતઃ સત્ય હેતું નથી. ઔપચારિક વિષયસુખ તે વસ્તુતઃ સુખ જ નથી, અર્થાત્ દુઃખરૂપજ છે. અધ્યાત્મભાવમાં રમતા એવા મુનિને સત્યસુખ અહીંઆ થાય છે. निर्जितमदमदनानां, वाक्कायमनोविकाररहितानाम्विनिवृत्तपराशानामिहैव मोक्षः सुविहितानाम् ॥ १॥ (વિરોષાવર.) જેઓએ કામ, અને અહંકારને જય કર્યો છે, અને વાણી કાય અને મનના વિકારરહિત થઈ જેઓએ પરની આશાઓને દૂર કરી છે, એવા સુવિહિત મુનિને શરીર છતાં અત્ર મેક્ષ છે. જે રાંસારમાં આનન્દ માનનાર છે તે દેહ અને ઇન્દ્રિયની પેલીપાર રહેલું આમિકસુખ દેખવા તથા અનુભવવા સમર્થ થતું નથી, પુણ્યથકી જે સુખ થાય છે તેના કરતાં આત્માનું સહજસુખ ભિન્ન છે, માટે મુક્તિમાં ખરેખર દેહ અને ઇન્દ્રિયદ્વાર ભેગવાતા એવા પુણ્યજન્ય સુખથી ભિન્ન-નિત્ય અને સ્વાભાવિક સુખને, સિદ્ધપરમાત્મા ભગવે છે. ઉપરના લેકેથી અને અનુભવથી સિદ્ધ થાય છે કે, ભ. ઉ. ૧૬ For Private And Personal Use Only
SR No.008517
Book TitleAnandghanpad Sangraha Bhavarth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages812
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy