SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૧૩૫ ] ભૂત મને લાગે છે. સ્યાદ્વાદ સિદ્ધાંતના જ્ઞાનથી મને આ વસ્તુ જણાઈ છે કે સર્વે ધર્મો જૈન ધર્મના અંગભૂત છે. ૪૨૪. सर्वे धर्मा नदीरूपा, जैनधर्ममहोदधिम् । यान्ति सापेक्षदृष्ट्या ते, चानादिकालतः खलु ॥४२५॥ જૈનધર્મરૂપ મહાસમુદ્ર પ્રત્યે બધા ધર્મો નદી જેવા જ લાગે છે. કારણ કે ધર્મો નયદષ્ટિએ વસ્તુના એક એક અંશને પકડીને અનાદિકાલથી રહેલા છે. અને જેમ નદીઓ સમુદ્રમાં મળી સમુદ્રરૂપે બની જાય છે તેમ આ ધર્મો છેવટે જૈનધર્મરૂ૫ સમુદ્રમાં લય પામી જૈનધર્મરૂપ બની જાય છે. વસ્તુના એક અંશને પકડીને વિચારતા હોવાથી આપણને ભિન્ન દેખાય છે. કરપ. जैनधर्मो नयैः सर्वै-युक्तो विराट् प्रभुः स्वयम् । तदङ्गाः सर्वधर्माः स्यु,-र्भाषितं पूर्वसूरिभिः॥४२६॥ જૈનધર્મ સવં નય-નિક્ષેપથી યુક્ત હોવાથી જાણે સાક્ષાત્ વિરાટરૂપે પ્રભુ જ સમજે. પૂર્વાચાર્યોએ બાકીના સર્વધર્મોને તેના અંગરૂપે કહેલા છે. ૪ર૬. जैनधर्मस्तु विज्ञेयो, विश्वधर्मो यतः खलु । साधिते जैनधर्मेतु, सर्वधर्माः प्रसाधिताः ॥४२७॥ જૈનધર્મ શ્રેષ્ઠ સ્વરૂપ હોવાથી અને સંસારના બધા ધર્મોમાં અંશરૂપે વ્યાપક હેવાથી જૈનધર્મ વિશ્વધર્મ જ છે. જેન– ધર્મની સાધના કરવાથી સર્વ ધર્મની સાધના થઈ જાય છે. ૪ર૭. For Private And Personal Use Only
SR No.008503
Book TitleAdhyatma Geeta
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages179
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy