________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૬ ચિત્ત દોષને નાશ કરે છે જાપ કર્યાથી, સાત્વિક શક્તિ પ્રગટાવે છે ધ્યાન ધર્યાથી. અલખ અગેચર સંપ, વરવા પ્રણવ સાચે મંત્ર છે, બુદ્ધિસાગર સત્ય નિર્ભય, દેશ વરવા યંત્ર છે, સખ્યણ લહી વાગ્યાથ, હૃદયમાં રટના ધારે, અનંત કર્મ કટાય, પ્રણવથી ચિત્ત વિચારે; સાલંબન છે દયાન, પ્રણવનું શાસ્સે ભાખ્યું, ધરી પ્રણવનું ધ્યાન કેગિયાએ સુખ ચાખ્યું; ઓકાર મંગલ આદ્ય છે, જગ શ્વાસે શ્વાસે થાઇએ, બુદ્ધિસાગર શિવ સનાતન સિદ્ધ લીલા પાઈએ હદયકમલમાં પ્રણવ, સ્થાપના પ્રેમે કરીયે, કેટી ભવનાં પાપ, ઘડીમાં ક્ષણમાં હરીએ; પ્રગટે લબ્ધિ ચિત્ર, વચનની સિદ્ધિ થા, અતર ત્રાટક સિદ્ધ કરે તે સ્થિરતા પાવે. આત્મશકિત ખીલવવાને કાર અર્થે વિવેક છે, બુદ્ધિસાગર પ્રણવ મંગલ, ધ્યાન સાચે ટેક છે. ૪ આનંદ અપરંપાર હૃદયમાં ઝળકે તિ, અસંખ્યપ્રદેશી ચિદઘન ચેતન પરખે મેડતી; નાસે માયા દૂર હૃદયમાં બ્રહ્મ પ્રકારો પરમ ભાવની ધ્યાન, દશામાં હંસ વિકાસે; પ્રેમમશાલા દીલયાલા બ્રહ્મઅમૃત પીજીએ, બુદ્ધિસાગર બ્રહ્મલીલા, પામી નિશદિન રીએ. ૫ પ્રણવમંત્રથી નિંદા, વિકથા દોષ ટળે છે, પ્રણવમંત્રથી અષ્ટ, સિદ્ધિઓ તૂર્ત મળે છે; પ્રણવમંત્રથી સંયમ, શકિત પ્રગટે સારી, પ્રણવમંત્રથી ઝળહળ, તિ જગાજયકારી,
For Private And Personal Use Only