SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ સુશ્રાવક પંડિત શ્રીશિવલાલભાઈ યોગ્ય ધર્મલાભ, હૈમસંસ્કૃત પ્રવેશિકા ખરેખર આનંદજનક વસ્તુ છે, તમારો આ અંગેનો પ્રયાસ ઘણો જ પ્રશંસનીય છે. હૈમ સંસ્કૃત પ્રવેશિકાની રચના શ્રી સિદ્ધહેમ વ્યાકરણના અભ્યાસિઓને તે વ્યાકરણના પ્રવેશદ્વારરૂપે સુંદરતર સહાય આપી શકે તેમ છે. આપણી જૈન પાઠશાળાઓમાં ભાંડારકરની સંસ્કૃત માર્ગોપદેશિકાના સ્થાને હૈમ સંસ્કૃત પ્રવેશિકા ભણાવવાથી ભણનારાઓને ઘણી જ સરળતા અને લાભ વિશેષ થશે. લિ. રામસૂરિના ધર્મલાભ. કલિકાલસર્વજ્ઞ ભગવાન્ શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબનું સિદ્ધહેમ એટલે મોટો રત્નાકર અને સુશ્રાવક ભાઈશ્રી શિવલાલભાઈની આ પ્રવેશિકાઓ એટલે એ મહાકાય રત્નાકરમાં સફળ પ્રવેશ માટે બાળ જીવો માટેની અવતારિકા. બીજા ભાગની નવી આવૃત્તિમાં તેમણે કેટલાક સુધારા વધારા કરવાનું મારું સૂચન સ્વીકાર્યું હતું અને તે મુજબ નવી આવૃત્તિમાં અમલ પણ થયો છે, આમ કરવાથી અભ્યાસીઓને અધ્યયન માટે આ આવૃત્તિ હવે ખૂબ જ સુગમ બનશે, એવું મારું મન્તવ્ય છે. સિદ્ધહેમનું અધ્યયન વ્યાપક પ્રમાણમાં થાય એ માટે સઘળા સાધુ સાધ્વીજી, આ પ્રવેશિકાઓ દ્વારા સંસ્કૃત ભાષાનું અધ્યયન કરે એજ ઉચિત છે. પ્રવેશિકાઓના વાક્યો તથા નિયમોની સુંદર રચના તથા શબ્દોના વ્યવસ્થિત વિભાજનથી પ્રાથમિક કક્ષાનો ભાષાકીય સાંગોપાંગ બોધ થઈ શકે તેમ છે, એટલે મંદ મતિ જીવોને કેવળ પ્રવેશિકાઓના અધ્યયનથી પણ શાસ્ત્રજ્ઞાનની પ્રાપ્તિમાં સુલભતા થઈ શકે તેમ છે. શિવલાલભાઈના સુગમ સંપાદનને સહુ કોઈ વધાવી લે અને બઈમ્” “સિદ્ધિઃ દિલા"ની સિદ્ધહેમની સૂત્રમાળાને સહુ કોઈ અહર્નિશ કંઠમાં ધારણ કરે એ જ અભિલાષા. મુનિચન્દ્રશેખરવિજય
SR No.008491
Book TitleHaim Sanskrit Praveshika 2
Original Sutra AuthorN/A
AuthorShivlal N Shah
PublisherBhadrankar Prakashan
Publication Year2004
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & Grammar
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy