SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ વિદ્વાનોના અભિપ્રાયો શ્રીહૅમસંસ્કૃતપુસ્તિકા ભા. ૧ લો અને ભા. ૨ જો અમોએ પણ અમારા શિષ્યોને ભણાવવા માટે આરંભ કરેલો છે. આ બે ભાગો સરળ અને સુગમ હોવાથી સારી રીતે અભ્યાસ કરી શકાય છે એટલે અમે ભલામણ કરીએ છીએ કે, સર્વે પોતાના શિષ્યોને શ્રીહૅમસંસ્કૃતપ્રવેશિકાનો અભ્યાસ કરાવવાનું શરૂ કરશે. પાટણ, સાગરનો ઉપાશ્રય. ભા. સુ. ૬ લિ. કીર્તિસાગરસૂરિ ((૨)). તમારા શુભ કાર્યરૂપ પ્રકાશનમાં પ્રવેશિકાના બે ભાગ અભ્યાસીઓ માટે આશીર્વાદ સમાન છે. આ બે કૃતિઓ સિદ્ધહેમમાં પ્રવેશ કરનાર વિદ્યાર્થીઓ માટે તો અપૂર્વ આદર્શરૂપ થઈ પડશે. લિ. આ. ચન્દ્રસાગરસૂરિના ધર્મલાભ ((3)). આ વ્યાકરણ ઉપર અન્ય સંસ્કૃત સાહિત્ય વિશાળ પ્રમાણમાં ઉપલબ્ધ છે, પરંતુ આવા મહાન વ્યાકરણને ગુજરાતી ભાષામાં સરળ રીતે સમજાવી શકે તેવો પ્રયાસ અત્યલ્પ પ્રમાણમાં જોવામાં આવે છે, તે જોતાં તમારો આ દિશાનો પ્રયાસ પ્રશંસનીય છે. લિ. વિજયધર્મસૂરિ ((૪)) શ્રીસિદ્ધહેમવ્યાકરણને નજર સમક્ષ રાખી તેના અભ્યાસકને ટૂંક સમયમાં સંપાદિત કરવા પં. શિવલાલની હૈમસંસ્કૃતપ્રવેશિકા'ની સંકલના સ્તુત્યઆદરપાત્ર છે, તેમજ એકધારા પ્રયત્નની અપેક્ષા રાખનાર વ્યાકરણના પઠન-પાઠનમાં, સમય-સાધનોની વિષમતાએ ન જોડાઈ શકનારા અધ્યયનરૂચિવાળા વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ છે. મુનિ અભયસાગર G
SR No.008491
Book TitleHaim Sanskrit Praveshika 2
Original Sutra AuthorN/A
AuthorShivlal N Shah
PublisherBhadrankar Prakashan
Publication Year2004
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & Grammar
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy