________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વસ્તુ લેવી તે-તીર્થંકર. જિનેશ્વરે જેનો નિષેધ ન કર્યો હોય તેવી અચિત્ત વસ્તુને તેનો માલિક આપે છતાં ગુરુની અનુમતિ વિના લેવી તે-ગુરુ. (૧૯) પ્રતિક્રમણ કરવાનાં કારણ-આજ્ઞા વિરૂદ્ધ આચરેલ હોય, કરવા યોગ્ય ન કર્યું હોય, જિનવચનમાં અશ્રદ્ધા કરી હોય, વિપરીત પ્રરૂપણા કરી હોય. પડિસિદ્ધાણં કરણે, કિચ્ચાણમકરણે પડિક્કમણું; અસદ્દતણે આ તહા, વિવરીઆ પરાવણાએ અવંદિતુ...૪૮
સંખ્યા ૫ (૧) દિવ્ય (દાનવિષયક)-દુંદુભિનાદ, વસ્ત્રાવૃષ્ટિ ગંધોદકવૃષ્ટિ, વસુધારાવૃષ્ટિ, અહો દાન ઇતિ ઘોષણા (૨) દિવ્ય (રાજ્ય વિષયક) હસ્તિ, કળશ, ચામર, છત્ર, માળા (૩) ક્ષમા-ઉપકાર, અપકાર, વિપાક, આજ્ઞા, ધર્મ (૪) અવગ્રહઇન્દ્રનો, ચક્રીનો, રાજાનો, ઘરધણીનો, સાધુનો (૫) ભોજનએક બાજુથી ખાવું તે-સિંહ. જેવું લીધું તેવું ખાવું તે-પ્રતર. ઉપેક્ષાથી ખાવું તે-હસ્તિ. ચુંથીને ખાવું તે-કાક. જ્યાં ત્યાંથી ખાવું તે-શૃંગાલ. (૬) સભા (સ્વર્ગમાં) મજ્જન, અલંકાર, સુધર્મ, ઉપપાત, વ્યવસાય (૭) જાપ-શબ્દ, મૌન, સાર્થ, ચિત્તસ્થ, ધ્યાતાધ્યમૈક્ય (૮) પંચાંગ-મૂળસૂત્ર, નિર્યુક્તિ, ચૂર્ણિ, ભાષ્ય, ટીકા (૯) અનુષ્ઠાન-વિષ, ગરલ, અનનુષ્ઠાન, તહેતુ, અમૃત (૧૦) મિથ્યાત્વ-આભિયોગિક, અનાભિયોગિક, અભિનિવેશક, સાંશયિક, અનાભોગિક (૧૧) વ્યવહાર-આગમ, સૂત્ર, આજ્ઞા, ધારણા, જીત (૧૨)
- ૫૮
For Private And Personal Use Only