SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જ્ઞાનપદ પૂજા સૂત્ર વાંચન પૂર્વે ભણાવવાની પૂજા (દુહો) અધ્યાતમ જ્ઞાને કરી, વિઘટે ભવભ્રમ ભીતિ; સત્યધર્મ તે જ્ઞાન છે, નમો નમો જ્ઞાનની રીતિ.. . ૧ (ઢાળ : અરણિક મુનિવર ચાલ્યા ગોચરી...એ દેશી) જ્ઞાનપદ ભજીએ રે જગત સહકરું, પાંચ એકાવન ભેદ રે; સમ્યજ્ઞાન જે જિનવરે ભાખિયું, જડતા જનની ઉચ્છેદે રે, જ્ઞાનપદ ભજીએ રે જગત સુહંક.. ........... ૧ ભક્ષ્યાભર્યા વિવેચન પરગડો, ખીર નીર જેમ હંસો રે, ભાગ અનંતમાં રે અક્ષરનો સદા, અપ્રતિપાતી પ્રકાશ્યો રે.જ્ઞાન) ૨ મનથી ન જાણે કુંભકરણ વિધિ, તેથી કુંભ કેમ થાશે રે, જ્ઞાન દયાથી રે પ્રથમ છે નિયમા, સદસદ્ભાવ વિકાસે રે.જ્ઞાન) ૩ કંચન નાણું રે લોચનવંત લહે, અંધોઅંધ પુલાય રે, અકાંતવાદી રે તત્વ પામે નહિ, સ્યાદાદ રસ સમુદાય રે.જ્ઞાન૪ જ્ઞાનભર્યા ભરતાદિક ભવતર્યા, જ્ઞાન સકળ ગુણ મૂળ રે, જ્ઞાની જ્ઞાનતણી પરીણતિ થકી, પામે ભવજલ કૂળ રે.જ્ઞાન ૫ અલ્પાગમ જઈ ઉગ્ર વિહાર કરે, વિચરે ઉદ્યમવંત રે, ઉપદેશ માળામાં કિરિયા તેહની, કાય ફ્લેશ તસ હું રે.જ્ઞાન૩ For Private And Personal Use Only
SR No.008485
Book TitleKailaspadma Swadhyayasagara Part 8
Original Sutra AuthorN/A
AuthorPadmaratnasagar
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2006
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy