SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ત્રણ ઢાલ આઠે દુહેજી, આલોયાઅતિચાર; શિવગતિ આરાધનાતણોજી, એ પહેલો અધિકારરે જિનજી૦૬ ઢાળ ચોથી (સાહેલડીની દેશી) પંચમહાવ્રત આદરો, સાહેલડીરે, અથવા વ્યો વ્રત બાર તો; યથાશક્તિ વ્રતઆદરી, સા૦ પાળો નિરતિચાર તો ........ ૧ વ્રતલીધા સંભારીએ, સા∞ હૈડે ધરીએ વિચાર તો; શિવગતિ આરાધન તણો, સા૦ એ બીજો અધિકાર તો .. ૨ જીવ સર્વે ખમાવીએ સા૦ યોનિ ચોરાશીલાખ તો; મનશુદ્ધે કિર ખાંમણાં સા૦ કોઇ શું રોષ ન રાખ તો ..... ૩ સર્વમિત્રકી ચિંતવો સા૦ કોઇ ન જાણો શત્રુ તો; રાગદ્વેષ એમ પરિહરો, સા૦ કીજે જન્મ પવિત્ર તો સ્વામી સંઘ ખમાવીએ, સા∞ જે ઉપની અપ્રીત તો; સજ્જન કુટુંબ ક૨ી ખામણાં, સા૦ એ જિનશાસનરીત તો ૫ ખમીએ ને ખમાવીએ સાળ એહજ ધર્મનો સાર તો; શિવગતિઆરાધન તણો, સા૦ એ ત્રીજોઅધિકાર તો ..... ૬ મૃષાવાદ હિંસા ચોરી, સા૦ ધન મૂર્ચ્છ મૈથુન તો; ક્રોધ માન માયા, તૃષ્ણા, સા૦ પ્રેમ દ્વેષ પેશુન્ય તો નિંદા કલહ ન કીજીએ, સા॰ કૂડાં ન દીજે આળ તો; રતિ અરતિ મિથ્યા તજો સા૦ માયામોસ જંજાળ તો ...... ૮ ત્રિવિધ ત્રિવિધ વોસરાવિએ, સા પાપસ્થાનઅઢાર તો, શિવગતિ આરાધન તણો, સા૦ એ ચોથો અધિકાર તો .. ૯ ૯૪ For Private And Personal Use Only ૪
SR No.008478
Book TitleKailaspadma Swadhyayasagara Part 1
Original Sutra AuthorN/A
AuthorPadmaratnasagar
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2006
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy