SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ = અમરદત્તને પ્રાપ્ત થયેલ વિવેકદૃષ્ટિ : કથાનકોશ : માણસ છુટકારો મેળવી શક્તા નથી તેમ એ જીવેને બીજા સુખી જીવે હેરાન હેરાન કરી મૂકે છે. એ પ્રકારે હેરાન ગતિ ભેગવતા એ જી વિલાપ કર્યા કરે છે અને થડે પણ છુટકારો મેળવી શકતા નથી. તેથી હે ! દેવાનુપ્રિય! પિતાનાં પાપનાં પરિણામને પ્રત્યક્ષ જોયા પછી અને આવા દુખે પ્રત્યક્ષ ભગવ્યા પછી હવે હંમેશાં સર્વ પ્રકારે કુશળ કર્મો તરફ વળવું જોઈએ અને એવાં કુશળ કર્મોમાં જ અભિરુચિ કરવી જોઈએ. સુરપતિ સમાન વૈભવવાળાને પણ કદાચ ઝેર કઈ રીતે નુકશાનકારી ન નીવડે, ગળે આવી પડેલી તરવાર પણ કદાચ કઈ રીતે તેને ન હણું શકે, તે જ રીતે સુખે સૂતેલા સિંહને જગાડતાં પણ તેને કદાચ નુકશાન ન થાય છતાં નિરંકુશ રીતે મદમસ્ત થયેલા ગાંડા હાથીનું તોફાન તો એવા ગમે તેને પણ કલ્યાણકારી ન થાય તે ન જ થાય. વળી, જે પ્રાણી સુગુરુના ઉપદેશરૂપ અંકુશને તાબે રહેતા નથી તે, ઘણું કરીને સારા માર્ગ ઉપર ચાલી શકતું નથી માટે સૌથી પ્રથમ તે ગુરુની વાણીને સાંભળવા તરફ આ મનને જોડવું જોઈએ. જ્યારે મને એ વાણીને સાંભળવા તરફ ખૂબ આરૂઢ થઈ જાય ત્યારે જ તેને દીવા સમાન શ્રત-શાસ્ત્રને લાભુ સુખે સુખે મળી શકે છે. તેથી તેને વિરતિભાવ પ્રગટે છે અને એમ કરવાથી આશ્ર આવતા શીવ્ર અટકે છે. આશ્ર અટકતાં તેને પરિણામે અસાધારણ તાળ પિદો થાય છે એથી વિપુલ નિર્જરાનું ફળ થાય છે, પછી સર્વ ક્રિયાઓને નિરોધ થાય છે તેથી પરમ અગિત્યને લાભ થાય છે. એમ થયા પછી ભવને પ્રવાહ અટકી જાય છે અને ઉદાર મોક્ષનું ફળ મેળવી શકાય છે. એ રીતે, શાસ્ત્રોના ભાની સાંભળવાની વૃત્તિ જ બધાં કુશળોનું મૂળ કારણ છે. આ પ્રકારે એ મુનિએ બધાં કાર્યોને પરમાર્થ કહી સંભળાવ્યું એટલે ત્યાં બેઠેલ બધે પ્રેક્ષકવર્ગ પરમ પ્રમેદ પામે. અને તે પરદેશીને પણ પિતાના પૂર્વભવની બધી હકીકતે યાદ આવી ગઈ, તેથી તેના મનમાં શેકને ભારે આવેગ આવી ગયું. તે બેલેઃ હે ભગવંત! તમે જે કહ્યું હતું તે બધું ય સાચું છે અને એ બધું મેં જાતે મારા પિતાના શરીરે અનુભવેલું છે. એમ બેલતાં તેણે અનશન સ્વીકાર્યું. આ બધું સાંભળીને અમરદત્તના મનમાં શુભ સંકલ્પ વધવા લાગે અને ભવિતવ્યતાને વેગે કરીને તેનું દર્શનાવરણનું પડલ ખસી ગયું એથી એને એમ થયું કેઆ પ્રકારના ઉત્તમ ધર્મનું આચરણ ન કરી શકાય તો તે મરવું જ સારું છે એ રીતે એ પિતાના ચિત્તમાં વિવેકને પામે. પછી તે એ પોતાની ઉત્તમ વીંટીને ત્યાં જ ક્યાંય ગુમાવી દઈને, મુનિરાજના જ્ઞાનતિશયને વારંવાર સંભારતો પિતાના મિત્રના અનુસરણ કહેવા પ્રમાણે પિતાને ઘરે ગયો. તેના પિતાએ તેને બોલાવ્યો હે વત્સ! તેં ત્યાં કોઈ પણ આશ્ચર્યજનક કઈ બનાવ જે? ક્ષેભ પામેલા મનવાળે એ અમરદત્ત હજુ કાંઈ પણ બેલે તે પહેલાં તે તેના મિત્રેએ પેલા પરદેશી અને સાધુવાળે બનાવ કહી સંભળાવ્યું. "Aho Shrutgyanam
SR No.008477
Book TitleKatha Ratna Kosa Part 2
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1956
Total Pages230
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy