SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨] કંઈક જાગતી અને કંઈક ઊંઘતી હતી, તેવી સ્થિતિમાં ચૌદ મહાસ્વપ્ર દેખી જાગી ઊઠી.' ચિત્રમાં ઉપરના ભાગમાં મસ્તકે મુગટ અને કાનમાં કુંડલ પહેરીને, જમણા હાથમાં તલ વાર પકડીને સુવર્ણના સિંહાસન ઉપર સિદ્ધાર્થ બેઠેલા છે અને તેમની સામે ભદ્રાસન ઉપર ત્રિશલા ક્ષત્રિયાણી બેસીને પેાતાને આવેલા સ્વમાનું વૃત્તાંત કહેતાં દેખાય છે. સિદ્ધાર્થની પાછળ એક સ્ત્રીપરિચારિકા પોતાના ડાબા હાથથી ચામર વીંઝતી આ સ્વમને વૃત્તાંત સાંભળતી ઊભેલી છે. સિદ્ધાર્થ અને ત્રિશલાની વચ્ચે મધ્યભાગમાં સુંદર ચિત્રાકૃતિવાળા ચંદરવો લટકે છે. જૈન ચિત્ર કુર્મ ગ્રંથ બન્ને આ પછી ચિત્રના અનુસંધાને, નીચેના ભાગના ચિત્ર પ્રસંગ જોવાનેા છે. આ પ્રસંગમાં પશુ સિદ્ધાર્થ માથે મુગટ અને કુંડલ વગેરે આભૂષા અને સુંદર ચિત્રાકૃતિઓવાળા ઉત્તમ રેશમી ઉત્તરાસંગ અને ઉત્તરીય વસ્ત્ર પહેરીને બેઠેલા છે. સિદ્ધાર્થના ઉંચા કરેલા ડાબા હાથમાં લીલા રેશમી રૂમાલ છે, અને જમણા હાથથી સામે એડેલા ત્રિશલા ક્ષત્રિયાણીને સ્વનું લ કહે છે. ત્રિશલા ક્ષત્રિયાણી પણ કુંડલ, મસ્તકનું આભરણુ અને મેાતીની માળા વગેરે આભૂષણા તથા કંચુકી, ઉત્તરાસંગ અને ઉત્તમ તિના રેશમની વિવિધ ચિત્રાકૃતિઓવાળું ઉત્તરીય વસ્ત્ર–સાડી પરિધાન કરીને સ્વમનું વૃત્તાંત એક ચિત્ત શ્રવણ કરતાં અને ઉંચા કરેલા પોતાના જમણા હાથથી તે વૃત્તાંત સ્વીકાર કરતાં ભદ્રાસન ઉપર બેઠેલાં છે. ભદ્રાસનની ચિત્રકૃતિ પણ પ્રેક્ષનીય છે. આ ચિત્રની વેશભૂષા ચિત્રકારના સમયના પહેરવેશને સમકાલીન પૂરાવે છે. અહીં પણુ અંનેના મધ્યભાગમાં સુંદર ચિત્રાકૃતિઓવાળા ચંદરવા આંધેલા છે. સ્ત્રી-પરિચારિકા ચામર વીંઝતી અને સ્વપનું ફૂલ સાંભળતી આ પ્રસંગમાં રજૂ કરેલી છે. લક ૩૬ ચિત્ર ૪૬. વૈરિસિંહ રાજા અને સુરસુંદરી રાણી, પ્રતના પાના ૧૧૨ ઉપરથી. આ ચિત્રની પહેાળાઈ અને લ આઈ ૩}×૩ ઇંચ છે. આ જંબૂઢીપ નામના દ્વીપના ભારતવર્ષમાં ધરાવાસ નામે નગર છે. તેમાં રિસિંહ નામને રાજા છે, તેને સુરસુંદરી નામની પટરાણી છે. તેમને બુદ્ધિવાન, વિનયી અને કલાવાન કાલકકુમાર નામનેા પુત્ર છે. ચિત્રમાં જમણી બાજુ સેનાના સિંહાસન ઉપર વૈરિસિંહ રાન્ત બેઠેલ છે, તેની સામે રાણી સુરસુંદરી બેઠેલી છે. રાજાએ મસ્તકે મુગટ, કાનમાં કુંડલ, ગળામાં હાર, કાણીના ઉપરના ભાગમાં માનુબંધ તથા હાથના કાંડા ઉપર રત્નજડીત કડાં પહેરલાં છે. રાણી સુરસુંદરીએ પણ મસ્તકના પાછળના ભાગે અંબેડામાં આભૂષણ, કાનમાં કર્ણફૂલ, ગળામાં હાર, બંને હાથે રત્નજડીત કંકા, લીલા રંગની કંચૂકી, સુંદર ચિત્રાકૃતિવાળું ઉત્તરીય વસ્ત્ર–સાડી વગેરે વસ્રભૂષણે પરિધાન કરેલાં છે. ચિત્રના ઉપરના ભાગમાં વાતાયને તથા ફ્ક્તમાં ભાતીગળ ચંદરવા લટકી રહેલા છે. તાડપત્રના ચિત્રા કરતાં કાગળની હસ્તપ્રતના ચિત્રામાં ચિત્રકારની રંગમંજૂષામાં રંગેની સંખ્યા તથા વિવિધતા વધતી જતી પ્રત્યક્ષ દેખાય છે. ચિત્ર ૪૭. આર્યકાલક અને સાહિ રાજા. પ્રતના પાનાં ૧૧૯ ઉપરથી. આ ચિત્રની પહેળાઈ તથા લખાઈ રË× ઈંચ છે. "Aho Shrutgyanam"
SR No.008469
Book TitleJain Chitra Kalpadruma 2
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy