SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ચિત્ર કહષકુમ થે બીજે ' (૧) હાથી. ચાર મહાન દંતૂળવાળે, ઉં, વરસી રહેલા વિશાળ મેઘ જેવો અને વૈતાઢય પર્વતના જે સફેદ, તેના શરીરનું પ્રમાણુ શક્રેન્દ્રના ઐરાવણ હાથીના જેવું હતું, સર્વ પ્રકારના શુભ લક્ષણુવાળે, હાથીઓમાં સર્વોત્તમ અને વિશાળ એવા પ્રકારને હાથી દેવાનંદાએ પહેલા સ્વપ્રમાં છે. હાથી એ પરમ મંગલકારી તથા રાજ્યચિન્હદ્યોતક છે. (૨) વૃષભ. શ્વેત કમળનાં પાંદડાંઓની રૂપકાંતિને પરાજીત કરતે, મજબૂત ભરાવદાર માંસપેસીવાળ, પુષ્ટ, યથાસ્થિત અવયવવાળે અને સુંદર શરીરવાળા વૃષભ બીજા સ્વમમાં જે. તેનાં અતિશય ઉત્તમ અને તીણું શીંગડાંઓના આગલા ભાગમાં તેલ લગાવેલું હતું. તેના દાંત સુશોભિત અને શ્વેત હતા. વૃષભ (બળદ) એ ખેતીને ઘાતક છે. (૩) સિંહ. ત્રીજા સ્વમમાં દેવાનંદાએ સિંહ જે. તે પણ મેતીના હાર, ચંદ્રનાં કિરણ, રૂપાના પર્વત જેવા વેત, રમણીય અને મનહર હતા. તેના પંજ મજબૂત અને સુંદર હતા. પુષ્ટ અને તીક્ષ્ણ દાઢવડે તેનું મુખ ભી રહ્યું હતું, તેની મનોહર જીભ લપલપાયમાન થતી હતી. સાથળ વિશાળ અને પુષ્ટ હતી, સ્કંધ પરિપૂર્ણ અને નિર્મળ હતા, બારીક અને ઉત્તમ કેશવાળી વડે તે અનહદ શોભી રહ્યો હતો, તેનું પૂંછડું કુંડલાકાર અને શોભાયમાન હતું, તે વારંવાર જમીન સાથે અફળાતું અને પાછું કુંડલાકાર બની જતું હતું, તેની આકૃતિમાં સૌમ્યભાવ દેખાઈ આવતા હતા. આ લક્ષણવંત સિંહ આકાશમાંથી ઊતરતે અને પિતાના મુખમાં પ્રવેશ કરતો દેવાનંદાએ જ. સિંહ પરાક્રમને દ્યોતક છે. (૪) લહમીદેવી. અખંડ ચંદ્રમા જેવી કાંતિવાળી લહમીદેવીનાં ચોથા સ્વમમાં દર્શન થયાં. તે લક્ષ્મીદેવી ઉચા હિમપાન પર્વતને વિષે ઉત્પન્ન થએલા કમળરૂપી મનોહર સ્થા તેના કમળરૂપી સ્થાનના વિશેષ વર્ણન માટે જૂઓ કલ્પસૂત્ર સુબાધિકા વ્યાખ્યાન બીજું. લક્ષ્મીદેવી સૌભાગ્યનાં ધોતક છે. (૫) ફૂલની માળા. પાંચમા સ્વમમાં દેવાનંદાએ કહ૫વૃક્ષનાં તાજાં અને સરસ ફૂલેવાની મેર સુગંધ પ્રસરાવતી રમણીય માળા આકાશમાંથી ઊતરતી જોઈ. માળા શૃંગારની દ્યોતક છે. (૬) પૂર્ણચંદ્ર. છઠ્ઠા સ્વમમાં દેવાનંદાએ ચંદ્રનાં દર્શન કર્યા. આ ચંદ્ર અજવાળીયા પખવાડિયાની પૂર્ણિમાને પિતાની કળા વડે શોભાવનાર સંપૂર્ણ હતો. ચંદ્ર નિર્મળતાનો ઘોતક છે અને બીજા પક્ષે અંધકારનો નાશક છે. (૭) ઊગતા સૂર્ય. સાતમાં સ્વમમાં દેવાનંદાએ અંધકારના સમૂહને નાશ કરનાર અને પ્રકાશથી ઝળહળતા સૂર્યનાં દર્શન કર્યા. સૂર્ય અતુલ પરાક્રમો દ્યોતક છે. (૮) સુવર્ણમય વજદંડ. આઠમાં સ્વામી દેવાનંદાએ ઉત્તમ જાતિના સુવર્ણમય દંડ ઉપર ફરકતી દવા જોઈ. તેના ઉપરના ભાગમાં શ્વેત વર્ણનો સિંહ ચીતરેલો હતે. ધ્વજ એ વિજયનું ચિન્હ છે. (૯) જળપૂર્ણકુંભ. નવમા વમમાં દેવાનંદાએ પાણીથી ભરેલે કુંભ છે. તે કુંભ (કલશ) અતિ ઉત્તમ પ્રકારના સુવર્ણસમ અતિ નિર્મળ અને દેદીપ્યમાન હતું. એમાં સંપૂર્ણ જળ ભરેલું હેવાથી તે કયાણુને સૂચવતા હતા. પૂર્ણ કુંભ મંગલને દ્યોતક છે. "Aho Shrutgyanam
SR No.008469
Book TitleJain Chitra Kalpadruma 2
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy