SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ ચિત્ર વિવરણ [૭૫ ચિત્ર ર૭૩ હાથી તથા ઘોડાનાં સુશોભને. આ હાંસિયાને પણ ત્રણ ભાગમાં વહેંચી નાંખે છે. ઉપર જે પહેલા ભાગમાં એક છેડેસવાર છે. બીજા ભાગમાં બે પગે ચાલનારી-પદાતિસિનિકો છે, જ્યારે ત્રીજા ભાગમાં એક હાથીસવાર છે. ચિત્ર ર૭૪ હાથી તથા ઘેડાના સુશોભન. આ હરસિયાના ત્રણ ભાગ છે. ઉપરના પહેલા બાગમાં એક ઘોડેસવાર છે. બીજા ભાગમાં એક હાથીસવાર છે, જ્યારે ત્રીજા ભાગમાં એક હાથમાં ઢાલ, અને બીજા હાથમાં તલવાર પકડીને એક સૈનિક બેઠેલે છે. ચિત્ર ૨૫ ઘોડેસવારનાં સુશોભને. આ હાંસિયામાં ઉપરથી નીચે ઘેડેસવારની ચાર હાર છે. સૌથી ઉપરના ભાગમાં જુદા જુદા દેશના વાવટાએ હાથમાં ઝાલીને ઊભેલા પાંચ માણસેના માત્ર મસ્તકનો જ ભાગ તથા જૂદા જૂદા પાંચ વાવટાએ જ દેખાય છે. આ પાંચ માણસો તથા વાવટાઓની નીચે અનુક્રમે ચાર ચાર ઘોડેસવારની ચાર હારોમાં કુલ સેળ ઘેડેસવારો ચીતરેલા છે. દરેકને ચહેરાઓ તથા પહેરવેશે જોતાં આ બધાંએ ઘેડેસવારે જૂદા જૂદા દેશના યવન સૈનિકે દેખાય છે. આ હાંસિયામાં પરદેશી સૈન્યની રજૂઆત ચિત્રકારના સમયની કેાઈ વિદેશ સિન્યની ચઢાઈની સાબિતી તે આપતી નથીને ? ચિત્ર ર૭૬ ઘડેસવાર, હાથીસવાર તથા મેરનાં સુશેને. આ હાંસિયામાં સૌથી ઉપરના ભાગમાં આકાશમાંથી એક ઘોડેસવાર નીચે ઊતરતો લાગે છે, ઘોડાની દેડવાની ગતિ અને છેડેસવારના ઊડતા ઉત્તરાસંગના છેડાઓ જોતાં આપણને ઘેડ પૂરપાટ દોડતું હોય એમ લાગ્યા વિના રહેતું નથી. મધ્ય ભાગમાં ઊંચી સૂંઢ કરીને દેડતા હાથી ઉપર બેઠેલા હાથીસવાર, પૂંઠ વાળીને પાછળના ભાગમાં તો બેઠેલે છે. હાથી પણ પૂરપાટ દોડે છે. સૌથી નીચેના ભાગમાં આકાશમાંથી નીચે ઊતરતે મેર દેખાય છે. આ હાંસિયામાં ત્રણે પ્રાણીઓ અને ઘોડેસવાર તથા હાથીસવાર જાણે જીવંત જ ના હોય તેવી ખૂબી ભરી રીતે રજૂ કરેલાં છે, જે ચિત્રકારની ચિત્રકળામાં સિદ્ધહસ્તતા બતાવે છે. ચિત્ર ર૭૭ નૃત્ય કરતી સ્ત્રીઓનાં સુશોભન. આ હાંસિયાના ઉપરના ભાગમાં એક , સુંદર વસ્ત્રાભૂષણથી સુસજ્જિત થઈને બંને હાથમાં વીણા પકડીને, નૃત્ય કરતી દેખાય છે. મધ્ય ભાગમાં ઝીણા ઝીણા હંસપક્ષીઓ ચીતરેલા છે. નીચેના ભાગમાં બીજી એક સ્ત્રી વસ્ત્રાભૂષણથી સુસજિત થઈને નૃત્ય કરતી દેખાય છે. ચિત્ર ર૭૮ નૃત્ય કરતી સ્ત્રીઓનાં સુશેને. આ હાંસિયાના ત્રણે ભાગે ચિત્ર ૨૭૭ને લગભગ મળતા છે. ચિત્ર ૨૭૯ ઊડતી પરીઓનાં સુશોભનો. આ હાંસિયામાં ઉપર અને નીચે, એકેક ઊડતી પરી રજા કરેલી છે. પશ્ચિમ ભારતીય ચિત્રકલાની ક૯પસૂત્રની હસ્તપ્રતેમાં ઊડતી પરીઓ પહેલી જ વખત આ હસ્તપ્રતમાં આપણને જોવા મળે છે. આ ત્રણે હાંસિયાઓમાંનાં પાત્રો ચિત્રકારની નૃત્યના પાત્ર ચીતરવાની કુશળતા સાબિત કરે છે. ફલક ૧૧૫ ચિત્ર ૨૮૦ નૃત્ય કરતી સ્ત્રીઓનાં સુશોભન. આ હાંસિયાના ચિત્રકારે પાંચ ભાગ પડેલા "Aho Shrutgyanam
SR No.008469
Book TitleJain Chitra Kalpadruma 2
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy