SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮] જન શ્ચિક ક૯૫ક્રમ શ્રેથ બીજો ચંદ્ર સમાન સૌમ્ય મુખવાળી તે ત્રિશલા માતા અગિયારમે સ્વપ્ન જૂએ છે. ચિત્રમાં સમુદ્રના પાણીમાં એક વહાણ તરતું બતાવેલું છે. વહાણની અંદર બે મુસાફરે બેઠેલા છે. વહાણુના ઉપરના ભાગમાં ચિત્રની જમણી બાજુએ એક માણુસ-વહાણુનો સુકાની-બેઠેલો છે. વળી, વહાણની આજુબાજુ પાણીમાં માછલી વગેરે જળચર પ્રાણીઓ તરતાં બતાવેલાં છે. સ્વપ્નના વર્ણનમાં વહાણને ઉલ્લેખ કયાંએ નથી. ફલક ૮૨ ચિત્ર ૧૪૮ થી ૧૫૫ છપ્પન દિકુમારીઓનું આગમન. પ્રભુને જન્મ થતાં છપ્પન દિકકમારીઓનાં આસન કંપ્યાં અને અવધિજ્ઞાને કરીને શ્રી અરિહંત પ્રભુનો જન્મ થવો જાણી હર્ષપૂર્વક સૂતિકાબરને વિષે આવી તેમાં ૧ ભેગકરા, ૨ ભેગવતી, ૩ સુભેગા, ૪ ભેગમાલિની, ૫ સુવત્સા, ૬ વસમિત્રા, ૭ પુષ્પમાળા અને ૮ અનંદિતા નામની આઠ દિકકુમારીએ અધોલેકમાંથી આવીને પ્રભુને તથા પ્રભુની માતાને નમસ્કાર કરી ઈશાન ખૂણામાં સૂતિકા ઘર પડ્યું; અને એ ઘરથી એક જ પર્યત વાયુ વડે જમીનને સંવર્ત વાયુ વડે શુદ્ધ કરી. ચિત્રમાં અલેકથી આવેલી આઠે દિકુમારીએ એક હાથમાં સૂતિકા ધર રચવાની સામગ્રી પકડીને બેઠેલી દેખાય છે. આ આઠે અનુક્રમે, ઉપરથી નીચે જવાની છે. પહેલા હાંસિયામાંની ત્રણ બીજા હાંસિયામાંની પણું ત્રણ, અને ત્રીજ હાંસિયામાંની ઉપરની બે મળીને કુલ આઠ છે. ચિત્ર ૧૫૬ થી ૧૬૩ દિકુમારીઓનું આગમન. ૯ મેઘંકરા, ૧૦ મેધવતી, ૧૧ સુમેધા, ૧૨ મેઘમાલિની, ૧૩ તોયધારા, ૧૪ વિચિત્રા, ૧૫ વારિણ, અને ૧૬ બલાહિકા નામની આઠ દિક કમારીઓએ ઉર્વિલોકમાંથી આવી પ્રભુને તથા પ્રભુની માતાને નમસ્કાર કરી સુગંધી જળ તથા ફૂલોની વૃષ્ટિ કરી. ચિત્રમાં ઉર્વ લોકમાંથી આવેલી આઠે દિકકુમારીએ પિતાના ઉંચા કરેલા એક હાથમાં ફલ પકડીને બેઠેલી છે. જે અનુક્રમે, ત્રીજા હાંસિયાની ત્રીજી એક, ચોથા હાંસિયામાંની ચાર, અને ફલક ૮૩ની પહેલા હાંસિયાની ત્રણ, એમ કુલ મળીને આઠ છે, ચિત્ર ૧૬૪ થી ૧૭૨ દિકુમારીઓનું આગમન. ૧૭ નંદા, ૧૮ ઉત્તરાનંદા, ૧૯ આનંદા, ૨૦ નંદિવર્ધના, ૨૧ વિજયા, ૨૨ વૈજયંતિ, ૨૩ જયંતિ અને ૨૪ અપરાજિતા નામની આઠ દિકુમારીઓએ પૂર્વ દિશા તરફના રૂચક પર્વતમાંથી આવીને મુખ જોવા માટે દર્પણ ધ. ચિત્રમાં પૂર્વ દિશા તરફના રૂચક પર્વતમાંથી આવેલી આઠે દિલ્ફમારીઓએ પિતાને એક હાથમા પણ પકડેલું છે. જે અનકમ, બીજા હાંસિયાની ત્રણ. ત્રીજા હાંસિયાની ત્રણ. અને ચોથા હાંસિયાની ત્રણમાંથી નીચેની બે, એમ કુલ મળીને આઠ છે. ચિત્ર ૧૭૦ ની (ચોથા હાંસિયાની ઉપરની) દિકુમારીના હાથમાં ફૂલ છે અને તે મને લાગે છે કે વધારાની રૂચક દ્વીપમાંની છે. ચિત્ર ૧૭૩ થી ૧૮૦ દિકુમારીઓનું આગમન. ૨૫ સમાહારા, ૨૬ સુપ્રદત્તા, ૨૭ સુપ્રબુદ્ધા, ૨૮ પધરા, ર૯ લક્ષમીવતી, ૩૦ શેવતી, ૩૧ ચિત્રગુપ્તા અને ૩૨ વસુંધરા નામની આઠ "Aho Shrutgyanam
SR No.008469
Book TitleJain Chitra Kalpadruma 2
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy