SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ચિત્ર વિષ્ણુ ૫૫ શાભાયમાન અને લટ્ટુ છે એવા, રાતા કમળની પાંખડી જેવા કેમળ સુંવાળા તાળવાવાળા અને જેની ઉત્તમ જીભ બહાર લપલપાયમાન--લટકતી છે, એવા, જેની બંને આંખો સોનાની મૂસમાં પડેલા તપાવેલા ઉત્તમ સેનાની પેઠે હલસ્ડલ કરે છે, બરાબર ગાળ છે તથા ચાખી વીજળીની પેઠે ઝગારા માર્યા કરે છે એવી ઉત્તમ આંખવાળા, વિશાળ અને ખુબ પુષ્ટ ઉત્તમ સાથળવાળા, અરાબર પૂર્ણપણે ભરાવદાર એવા જેનાં ચાકા કાંધ છે એવા, તથા જેની યાળ કેસરાવળી--કેામળ, ધોળી, પાતળી, સુંદર લક્ષણવાળી અને ફેલાએલી એવી યાળના આડંબરથી જે દોભિત છે એવા, જેનું પૂછડું ઊંચું, પછાડીને ઊંચું કરેલું હોવાથી ગાળાકારે વળેલું અને સુંદર છે એવા, સૌમ્ય, સૌમ્ય દેખાવદાર, ગેલ કરતા, આકાશમાંથી ઊતરતા અને પેાતાના મેાંમાં પેસતા તથા નહેર જેના અણીવાળા છે એવા તથા જાણે કે મુખની શોભાએ પોતાના પાલવ ન ફેલાવેલેા હેાય એવી સુંદર લટકતી જીભવાળા સિંહને તે ત્રિશલા ત્રીજા વપ્રમાં જૂએ છે. ચિત્રમાં સિંહના અદલે ચિત્રકારે સિહુને સૂ સહિત ચીતરીનેકેસરીસિંહની રજૂઆત કરેલી છે. સ્વમના વર્ણન પ્રમાણે જ સિંહનું પૂછડું વળેલું તથા સિંહની જીભ લપલપાયમાન કરતી ખતાવેલી છે. અહીં પણ ઉપરના ભાગમાં વાતાયના રજૂ કરેલાં છે. ચિત્ર ૧૪૨. ફૂલની માળા. વળી, પાંચમા સ્વમમાં ત્રિશલા આકાશમાંથી નીચે પડતી માળાને જૂએ છે. મંદારનાં તાજાં ફૂલા ગુંથેલાં હાઇને એ માળા સુંદર લાગે છે. એમાં ચંપે, આસેાપાલવ, પુનાગ, નાગકેસર, પ્રિયંગુ, સરસડા, મેગરા, મલ્લિકા, જાઇ, જૂઈ, અંકેલ, કૂજે, કારંટકપત્ર, મરવેડમી, નવમાલિકા, ખફુલ, તિલક, વાસંતીવેલ, સૂર્યવિકાસી કમળે, ચંદ્રવિકાસી કમળે, પાટલ, કુંદ, અતિમુક્તક, સહકાર-આંખ એ અધાં વૃક્ષેા અને કેટલીક વેલડી-લતા–એ તથા કેટલાક ગુચ્છાએનાં ફૂલે ગુંથીને એ માળા અનેલી હોવાથી ઘણી જ સુગંધવાળી છે તથા એ માળાની અનેપમ મનેાહર સુગંધને લીધે દશે દિશાએ મહેક મહેક થઇ રહી છે, વળી, એ માળામાં તમામ ઋતુનાં ખિલતાં સુગંધી ફૂલે ગુંથેલાં છે, અર્થાત્ એમાં છએ ઋતુમાં ખિલતાં ફૂલાની માળાએ મળેલી છે, માળાના મુખ્ય વર્ણ ધેાળે છે છતાં તેમાં બીજાં બીજાં રંગબેરંગી ફૂલે ભળેલાં હાવાથી તે વિવિધરંગી શાલાયમાન અને મનેાહર દીસે છે તથા એમાં વિવિધ ભાતા પડે એ રીતે ફૂલે ગેાઠવેલાં છે એથી એ અચરજ પમાડે એવી લાગે છે. વળી, એ માળામાં ઊપર નીચે આગળ પાછળ એમ બધી બાજુઓમાં ગણગણાટ કરતાં ષટ્પદ, મધમાખીઓ અને ભમરાઓનાં ટોળાં મળેલાં છે એથી એ માળાના તમામ ભાગે ગુંજતા જણાય છે એવી એ માળા આકાશમાંથી નીચે આવતી દેખાય છે. ચિત્રની મધ્યમાં બે સુંદર માળાઓ વિવિધરંગી ફૂલેાથી ગુંથેલી દેખાય છે. ઉપરના ભાગમાં વાતાયને છે. વળી, એક વાતાયનની મધ્યમાં હુંસપક્ષી એડેલ છે. લક ૯ ચિત્ર ૧૪૩. ધ્વજા (ધજા), ત્યારપછી વળી, આઠમા સ્વપ્રમાં ઉત્તમ સેનાના દંડની ટોચ ઉપર અરાબર બેસાડેલા, ભેગાં મળેલાં નીલાં રાતાં પીળાં અને ધેાળાં તથા સુંવાળાં, વળી પવનને લીધે લહેરખી લેતાં જૈને માથે મેરપીછાં વાળની જેમ શૈભી રહ્યાં છે એવા ધ્વજને માતા "Aho Shrutgyanam"
SR No.008469
Book TitleJain Chitra Kalpadruma 2
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy