SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ કલપસૂત્રની હસ્તપ્રતનાં સુંદરતમ સુશોભને કપસૂત્ર તથા કાલકકથાની પંદરમા સૈકાની અમદાવાદના દેવશીના પાડામાં આવેલી દયાવિમલજી શાઅસંગ્રહની અપ્રતિમ ચિત્રકળાવાળી સુવર્ણાક્ષરી હસ્તપ્રતમાં “સંગીતશાસ્ના ગ્રામ, સ્વર, શ્રતિ, મૂર્ણના અને તાનનાં ચિત્રો, તથા “નાટયશાસ્ત્રગ્ના હસ્તકર્મની મુદ્રાઓ, નૃત્તહસ્તની મુદ્રાઓ, અને આકાશચારી, ભેમચારી તથા દેશીચારીના જે રૂપનાં ચિત્રો આપવામાં આવેલાં છે, તે મારા તરફથી તાજેતરમાં પ્રસિદ્ધ થનાર “સંગીત-નાટય-રૂપાવલિ નામના ગ્રંથમાં તેના મળી શકતા વર્ણન સાથે આપવામાં આવનાર છે. આ રૂપે પણ લગભગ સાડાત્રણસો ઉપરાંત છે, જે સાબિતી આપે છે કે, ગુજરાતમાં પંદરમાં સિકામાં સંગીત અને નૃત્ય પ્રત્યે, ગુજરાતના જૈનને ખૂબ આદર હશે. જે તે પ્રત્યે આદર ન હોત તો કલ્પસૂત્ર' જેવા પરમ પવિત્ર ધાર્મિક ગ્રંથની હસ્તપ્રતમાં આ ચિત્રને સ્થાન જ ન મળ્યું હોત. પ્રસ્તુત ગ્રંથમાં “સંગીત” અને “નાટયશાસ્ત્રના રૂપે સિવાય પ્રતની અંદર તેની કિનારેમાં તથા હાંસિયાઓમાં અને પ્રતનાં પાનાઓમાં આપેલાં ચિત્રોમાં જે વિશિષ્ટ પ્રકારની કલાસમૃદ્ધિ ચિત્રકારોએ રજૂ કરેલી છે, તેનું કાંઈક દિગ્દર્શન કરાવવા માટે ચિત્ર ૯૬ થી ૨૮૩ સુધીના ચિત્રમાંથી ચિત્ર ૧૦૬, ૧૪૭, ૧૪૦ અને ૧૪૫ ને બાદ કરતાં, બાકીનાં ૧૮૪ ચિત્ર કલારસિકેની જાણ માટે પ્રથમ જ વખત પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. ફલક ૭૦ ચિત્ર ૯૬ થી ૧૦૫. કલ્પસૂત્રની સુંદરતમ સુશોભને. આ ચિત્રાકૃતિઓ કુદરતી ફૂલે તથા ભૌમિતિક આકૃતિઓ પરથી ઉપજાવેલી કહાડેલી છે. જે કળાની દષ્ટિએ મહત્વની છે. ફલક ૭૧ ચિત્ર ૧૦૬. શ્રીસુપાર્શ્વકુમારનું પાણિગ્રહણ. શ્રીસુપાર્શ્વનાથ ચરિત્રની પ્રતના પાન ૫૦ ઉપરથી. ચિત્રની મધ્યમાં બાંધેલા લગ્નમંડપમાં શ્રી સુપાર્શ્વકમા૨ તથા સમાને હસ્તમેળાપ, બંનેની વચમાં બેઠેલો જોશી કરાવે છે. લગ્નમંડપની બંને બાજુએ ચેરીના વાસણ ઉપરાઉપરી ગોઠવેલા દેખાય છે. ચોરીના વાસણની બાજુમાં કદલી તંભ ઊભા કરેલા છે. ચિત્રની જમણી બાજુએ ચેરીની બહાર એક પુરુષ સુંદર વસ્ત્રાભૂષણ . પરિધાન કરીને ઊભેલો છે; જયારે ચિત્રની ડાબી બાજુએ એક સ્ત્રી સુંદર વસ્ત્રાભૂષણે પરિધાન કરીને ઊભેલી છે, તેણીનાં ઊંચા કરેલા જમણા હાથમાં કાંઇક માંગલિક વસ્તુ છે. ચિત્રની ઉપરના ભાગમાં કદલી વૃક્ષનાં પાંદડાનાં બનાવેલાં સુંદર તારણે લટકતાં દેખાય છે. આ ચિત્ર આપણુને ચિત્રકારના સમયની લગ્નવ્યવસ્થાનો પૂરેપૂરો ખ્યાલ આપે છે. ફલક 92 ચિત્ર ૧૦૭ થી ૧૧૬. કલ્પસૂત્રનાં સુંદરતમ સુભ. આ ચિત્રાકૃતિઓ પણ કુદરતી ફૂલે તથા ભૌમિતિક આકૃતિઓ પરથી ઉપજાવી કાઢેલી છે, જે કળાની દષ્ટિએ મહત્ત્વની છે. "Aho Shrutgyanam
SR No.008469
Book TitleJain Chitra Kalpadruma 2
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy