SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ ] જન ચિત્ર કહ૫મ ગ્રંથ બીજી હોય છે, તેવી જ રીતે વસ્ત્રાભૂષણે સકિત અને જમણા હાથમાં પાંચ પાંખડીના કમલકૂલ સહિત રજૂ કરેલા છે, જે જૈનધર્મની ચાલુ પ્રણાલિકા પ્રમાણે ચિત્રકારનું જેન રીતિરીવાજોનું અજ્ઞાન સૂચવે છે. આ પછી છેલ્લા ચિત્ર ૯૩ માં સમેતશિખર પર્વત ઉપર દેએ ચેલી ચંદનકાષ્ટની ભડભડ બળતી ચિતામાં સુપાર્શ્વપ્રભુનું મૃતક બળતું દેખાય છે. આ ચિત્રપ્રસંગ બીજી પ્રતે માં જવલ્લે જ જોવા મલે છે. ચિત્ર ૯૪. પૃથ્વીદેવીને આનંદ. ફલકમાં ભૂલથી “પૃથ્વીના બદલે “સુહનિ છપાઈ ગએલ છે. ચિત્રની મધ્યમાં નાના હિંચોળાખાટ ઉપર સર્ણ પૃથ્વીદેવી પોતાના ડાબા હાથમાં દર્પણ પકડીને બેઠેલાં છે. તેણીના ડાબા હાથની નીચેના ભાગમાં બાલકરૂપે સુપાર્શ્વકુમાર બેઠેલા છે. હિંચળાખાટની નીચે બે પાદપીઠ રજૂ કરેલાં છે. રાણીએ લીલા રંગની કંચુકી, ગુલાબી રંગનું ઉત્તરાસંગ અને સુંદર ફલની ચિત્રાકૃતિવા ઉત્તરીયવસ્ત્ર પરિધાન કરેલ છે. રાણીનું મુખારવિંદ ખૂબ આનંદિત દેખાય છે. આ ચિત્ર, ચિત્રકારના સમયની શ્રેષ્ટિપત્નીઓના પહેરવેશની રજૂઆત કરે છે. લક ૬૯ 1. ચિત્ર ૯૫. શ્રીસુપાર્શ્વપ્રભુનું નિર્વાણ. ચિત્રની મધ્યમાં સુવર્ણવર્ણવાળા સુપાર્શ્વપ્રભુ પદ્માસનસ્થ મુદ્રાએ પદ્માસન ઉપર બેઠેલા છે. પદ્માસનની મધ્યમાં સાથીયાનું લંછન સ્પષ્ટ દેખાય છે. પ્રભુના મસ્તકે સુગટ, કાનમાં કુંડલ, કપાળમાં રત્નજડીત તિલક, ગળામાં કઠે તથા હૃદય ઉપર મોતીની માળા, અને આજુ બાજુબંધ, હાથના કાંડા ઉપર સેનાનાં કડાં, બંને હાથની હથેલીમાં સેનાનું શ્રીફળ તથા પગના કાંડા ઉપર સેનાનું આભૂષણ સ્પષ્ટ દેખાય છે. પ્રભુની નીચે નિર્વાણ કલ્યાણુક દર્શાવવા માટે સિદ્ધશીલાની આકૃતિ રજૂ કરેલી છે. સિદ્ધશીલાની નીચે, વાદળી તથા સફેદ રંગથી પર્વતની રજૂઆત કરેલી છે. પ્રભુના મસ્તક ઉપર નાગરાજની પાંચ ફણા શેભી રહેલી છે. નાગરાજની ફણાની ઉપરના ભાગમાં એક નાનું છત્ર લટકે છે. ચિત્રની ઠેઠ ઉપરના ભાગમાં સફેદ, લીલા અને વાદળી રંગથી ચિત્રકારે વાદળાઓની રજૂઆત કરેલી છે. "Aho Shrutgyanam
SR No.008469
Book TitleJain Chitra Kalpadruma 2
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy