SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ચિત્ર વિવરણ અને એક નીચે એમ બે રાજસેવકે બંને હાથની અંજલિ જોડીને, વિક્રમની આજ્ઞા સ્વીકારવાની તપરતા બતાવતા ઊભેલા છે. આ ચિત્રની દરેક વ્યક્તિની વેશભૂષા દર્શનીય છે. આ ચિત્રપ્રસંગ બીજી કોઈપણ ક૯પસૂત્રની હસ્તપ્રતમાં હજુ સુધી મળી આવેલ નથી. ચિત્ર ૮૪. શુક અને શુકી રાજા રિપુમર્થન આગળ સંવાદ કરે છે. ચિત્રની ઉપરના ભાગમાં આવેલા સહકાર વૃક્ષની નીચે બિરાજમાન થએલા શ્રુતજ્ઞાની મુનિ મહારાજને શુક (પોપટ) નમસ્કાર કરતા દેખાય છે. મુનિશ્રીની બાજુમાં એક જિનમંદિર દેખાય છે. ચિત્રમાં કરેલી બંને વૃક્ષેની રજૂઆત સુંદર પ્રાકૃતિક દશ્યને ઉત્તમ પૂરો પૂરો પાડે છે. ચિત્રના અનુસંધાને, નીચેના ભાગમાં ચિત્રની જમણી બાજુએ હાથમાં તલવાર પકડીને બેઠેલા રિપુમર્દન રાજાની આગળ શુક અને શુક સંવાદ કરતાં દેખાય છે. ચિત્ર ૮૫. સ્મશાનભૂમિમાં વેતાલ રાજાના ચરણોમાં નમસ્કાર કરે છે. ચિત્રની જમણી બાજુએ સોનાના સિંહાસન ઉપર બેઠેલા રાજાની પાછળ એક છત્રધારી સેવક હાથમાં છત્ર પકડીને, રાજાના મસ્તક ઉપર ધરીને ઊભેલો છે. છત્રધરની પાઘડી આપણને આ ચિત્રનો સમય નક્કી કરવાને ઉત્તમ પૂરાવો છે. ચિત્રની ડાબી બાજુએ શ્યામ વર્ણવાળા ચારે વેતાલે જમણા હાથમાં ખપર તથા ડાબા હાથમાં તલવાર પકડીને, નૃત્ય કરતા ઊભેલા છે. તે ચારે વેતાલાની આગળ, ચિત્રની મધ્યમાં બંને હાથના હથિયારે મૂકી દઈને, ખાલી હાથે સિહાસન ઉપર બેઠેલા રાજને એક વેતાલ નમસ્કાર કરતાં બતાવેલ છે. નમસ્કાર કરતા વેતાલ અને રાજાની મધ્યમાં એક પુરુષ રાજાની તરફ વિરમય ચિત્તે જોતા ઊભેલ છેચિત્રના ઉપરના ભાગમાં એક રાજરેવક જમણા હાથમાં હાલ તથા ડાબા હાથમાં તલવાર પકડીને બેઠેલો છે. રાજસેવકની પાછળ એક હાથી છે. ચિત્રની બરાબર મધ્યમાં ગ્રંથિસ્થાને, એક સુંદર ફલ ચીતરેલું છે. આ ચિત્ર પ્રસંગ અઢારમા સિકામાં ચીતરાએલો હોય એમ લાગે છે. ચિત્રનું સંયોજન સરસ રીતે કરેલું છે. ફલક દર ચિત્ર ૮૬. શય્યાતર અને બે જૈન સાધુ. કલ્પસૂત્રની પ્રતના પાના ૧૪૧ ઉપરથી. આ ચિત્રની પહોળાઈ તથા લંબાઈ ૩”x૪” ઈંચની છે. એક સમયે કર્મોદયને લીધે કાલકસૂરિના શિષ્ય દુનિીત થયા. તે શિષ્યોને શિખામણ આપવા માટે, રાતના શિષ્ય સૂતા હતા ત્યારે શય્યાતર-ઘરમાલિક–ને કાલકસૂરિએ પિતાના મનને ચાર કહ્યું કે : “મારા શિષ્યના શિષ્ય સાગરચંદ્રસૂરિ પાસે જાઉં છું. જો કેઈપણ રીતે પશ્ચાતાપ કરતાં આગ્રહપૂર્વક મારી ખબર આ મારા શિષ્ય પૂછે તો, તેમને ખૂબ ધૂતકારી, ભય દેખાડીને મારી હકીકત કહેજો.” તે દુર્વિનીત શિષ્યોએ સવારે આમ તેમ તપાસ કરતાં કાલકસૂરિને ન જોયા ત્યારે શાતર પાસે ગયા, અને પૂછયું કે: “હે શ્રાવક ! ગુરુ મહારાજ કયાં છે ?” તેણે કહ્યું : “તમે જ તમારા ગુરુને જાણે. હું ક્યાંથી જાણું? ” શય્યાતરે તે શિષ્યોને બહુ જ ઠપકે આપે. પછી તે "Aho Shrutgyanam
SR No.008469
Book TitleJain Chitra Kalpadruma 2
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy