SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ જન ચિત્ર ક૯૫૧મ ગ્રંથ બીજે ઊભેલો વિજયવર્ધ્વન રાજા પિતાના ડાબા હાથથી મસ્તકના વાળને લોચ કરતે દેખાય છે. જમણી બાજુ ઊભેલા શ્રીસુપાર્શ્વપ્રભુ વિજયવદ્ધનને ઉપદેશ આપતાં દેખાય છે. ચિત્ર ૮૦. શ્રી સુપાર્શ્વપ્રભુની દેશના. ચિત્રની જમણી બાજુ સોનાના સિંહાસન ઉપર બેઠેલા શ્રીસુપાર્શ્વપ્રભુ સામે બેઠેલા દાનવિરતિ રાજાને તથા તેની રાણીને સમકિત તથા શ્રાવકના બાર વ્રતોને ઉપદેશ આપે છે. ફલક ૫૮ ચિત્ર ૮૧. કમદચંદ્ર ઉપાધ્યાય ચંપકમાલાને ભણાવે છે. ચિત્રમાં જમણી બાજુ સેનાના સિંહાસન ઉપર કુમુદચંદ્ર ઉપાધ્યાય બેઠેલ છે. તેની સામે બે હાથની અંજલિ જેડીને ચંપમાલા ઊભેલી છે. કુમુદચંદ્ર ઉપાધ્યાયના ઉંચા કરેલા ડાબા હાથમાં રોટી છે. આ ચિત્ર ચિત્રકારના સમયની શિક્ષણપ્રથાની રજૂઆત કરે છે. કુમુદચંદ્રના મસ્તકના ઉપરના ભાગમાં સુંદર અંદર બાંધે છે. ચિત્રના ઠેઠ ઉપરના ભાગમાં વાતાયને આવેલાં છે. આ પ્રસંગ પણું બીજી હસ્તપ્રતોમાં જોવામાં આવતા નથી. ચિત્ર ૮૨. વીસ ભુજાવાળી કાલિકાદેવી, ચિત્રના ઉપરના ભાગમાં જ જ જૂદા આયુધ પકડેલા વીસ હાથવાળી કાલિકાદેવી પદ્માસનની બેઠકે બેઠેલી છે. દેવીના ગળામાં માણસાની ખેપરીએને હાર છે. દેવીને વર્ણ શ્યામ છે. દેવીએ કરમજી રંગની ચિત્રકતિઓવાળી પીળા રંગની કંચુકી અને ગુલાબી રંગના ફૂલની ચિત્રાકૃતિવાળું કીરમજી રંગનું વસ્ત્ર પરિધાન કરેલું છે. તેણીના જમણ ઢીંચણની નીચે તેણીના વાહન સિંહની રજૂઆત ચિત્રકારે કરેલી છે. ચિત્રના અનુસંધાને, ચિત્રની જમણી બાજુએ ભીમકુમાર હાથમાં પકડેલી પત્થરની શિલા. નાંખતો દેખાય છે. ચિત્રની મધ્યમાં તલવાર પકડેલા કાળા હાથ ઉપર બેસીને ભીમકુમાર આકાશમાગે ઊડતા દેખાય છે. ચિત્રની ડાબી બાજુએ જમણે હાથ ઉંચા કરીને ઊભેલા કાલિક છે. બંનેના શરીરને સુવર્ણ વર્ણ છે. ચિત્ર ૮૩. વિક્રમ રાજા પિતાના પુરોહિત સહિત. કલ્પસૂત્રની પ્રતના પાના ૧૨૭ ઉપરથી. ચિત્રની પહેળાઈ તથા લંબાઈ ૨ઢું”” ઈંચની છે. કાલાંતરે શકેને વંશ ઊખેડી નાખી વિક્રમાદિત્ય નામે માલવાનો રાજા થશે. પૃથ્વીમાં એક માત્ર તે વીરે પરાક્રમથી ધણા રાજાઓને વશ કર્યા. આશ્ચર્યકારી ચરિત્ર અને આચરણથી કીર્તિનો માટે આડંબર પણ પ્રાપ્ત કર્યો. પિતાની સત્તાથી યક્ષરાજનું આરાધન કરતાં તેણે ત્રણ વરદાન મેળવ્યાં, જેથી શત્રુ કે મિત્ર ગણ્યા વિના સૌને દાન આપ્યું. લોકોને ખૂબ ધન વહેંચી, અણુદેવા--માંથી છોડાવીને જેણે પિતાને સંવત્સર જગતમાં પ્રવર્તાવ્યો. ચિત્રની જમણી બાજુએ સેનાના સિંહાસન ઉપર પિતાના જમણા હાથમાં તલવાર પકડીને, કિમતી વઆભૂષણ પરિધાન કરીને રાજા વિકમ પિતાના ઉંચા કરેલા ડાબા હાથથી સામે ઊભા રહેલા હિતને કોઈક આજ્ઞા ફરમાવતે બેઠેલે છે. પુરોહિત પણ પિતાના ઉંચા કરેલા જમણા હાથમાં કલ પકડીને વિક્રમ રાજને આશીર્વાદ આપતો ઊભેલા છે. પુહિતની પાછળ એક ઉપર "Aho Shrutgyanam
SR No.008469
Book TitleJain Chitra Kalpadruma 2
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy