SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨]. જેના ચિત્ર કલ્પકુમ ગ્રંથ બીજે શ્રી પાર્શ્વનાથ પ્રભુએ શ્રમણપણું અંગિકાર કર્યું ત્યારે હેમંતઋતુનું ત્રીજું પખવાડિયું-પોષ માસનો કૃષ્ણ પક્ષ વર્તતો હતો, તે પખવાડિયાની અગિયારશના દિવસે (ગુજરાતી માગશર વદી અગિયારશે) પહેલા પ્રહરને વિષે, વિશાલા નામની પાલખીમાં બેસીને આશ્રમપદ ઉધાનમાં, અશેક નામના ઉત્તમ વૃક્ષની પાસે તે આવ્યા, પાલખીમાંથી નીચે ઊતર્યા, પિતાની મેળે જ પિતાના આભૂષણ વગેરે ઊતાર્યા, અને પિતાની મેળે જ પંચમુખિ લોચ કર્યો. ચિત્ર ૬૧. સુખરીયામાં સૂતેલાં પૃથ્વીદેવી. શ્રીસુપાર્શ્વનાથ પ્રભુની માતા રાણી પૃથ્વીદેવી સુંદર પલંગમાં બિછાવેલી સુખશયામાં સૂઈ ગએલાં છે. તેમના શરીરનો વર્ણ પીળે છે. તેણીએ લીલા રંગની કંચુકી, લાલ રંગની ચિત્રાકૃતિવાળી ગુલાબી રંગની સાડી તથા લાલ રંગનું ઉત્તરીય પરિધાન કરેલાં છે. ચિત્ર ૬૨. સૌભાગ્યશાળી ચૌદ સ્વો. આ ચિત્રમાં ચૌદે સ્વમો ચાર હારમાં વહેચાએલાં છે. સૌથી પહેલી હારમાં અનુક્રમે : ૧ હાથી, ૨ વૃષભ, ૩ સિંહ. બીજી હારમાં : ૪ લક્ષ્મીદેવી, ૫ ફૂલની માળા, ૬ ચંદ્ર તથા ૭ સૂર્ય. ત્રીજી હારમાં : ૮ ધજા, ૯ પૂર્ણકલશ અને ૧૦ પદ્મ સરેવર. શાથી હારમાં : ૧૧ ક્ષીર સમુદ્ર, ૧૨ દેવવિમાન, ૧૩ રનનો ઢગલે અને ૧૪ નિધૂમ અગ્નિ. વર્ણન માટે જૂઓ ચિત્ર ૨૨ નું આ પ્રસંગને લગતું જ વર્ણન. ચિત્ર ૬૩. સુપ્રતિષ્ઠ રાજા અને રાણી પૃથ્વીદેવી. ચિત્રની જમણી બાજુએ સોનાના સિંહાસન ઉપર સુપ્રતિષ્ઠ રાજા બેઠેલ છે અને ડાબી બાજુએ પૃથ્વીરાણી બેઠેલાં છે. બંનેના શરીરને સુવર્ણ વર્ણ છે. વર્ણન માટે જૂઓ ચિત્ર ૪પ નું આવા જ પ્રસંગને લગતું વર્ણન. ચિત્ર ૬૪. સુપ્રતિષ્ઠ રાજા અને ચારણ મુનિ. આ ચિત્ર ઉપરના ભાગમાં જરા જીર્ણ થએલું છે. ચિત્રમાં નીચે જમણી બાજુએ જમણા હાથમાં ડાંડે પકડીને ઊભેલા ચારણ મુનિ પિતાના ઉંચા કરેલા ડાબા હાથથી સામે ઊભેલા સુપ્રતિષ્ઠ રાજાને સ્વપનું ફલ કહેતાં દેખાય છે. ચારણ મુનિના શરીરને પીને વર્ણ છે, અને સુપ્રતિષ્ઠ રાજાના શરીરને તપાવેલા સેના જે વર્ણ છે (અજંતાની ગુફાઓની ચિત્રમાળમાં મુખ્ય પાત્રને હેય છે તે). બંનેની બાજુમાં એક સુંદર ઝાડ ઊભેલું છે. ચિત્રના ઉપરના ભાગમાં આકાશ બતાવવા વાદળાં ચીતરેલાં છે. ફલક ૪૭ ચિત્ર ૬૫. પંચમુષ્ટિ લોચ કરતાં શ્રી ઋષભ. કલ્પસૂત્રની પ્રતના પાના ૭૭ ઉપરથી. આ ચિત્રની પહેળાઈ તથા લંબાઈ ૨૪” ઈંચ ની છે. ચિત્ર માસના અંધારા પખવાડિયામાં આઠમના દિવસે, દિવસના પાછલા પહેરે, સિદ્ધાર્થ નામના ઉદ્યાનમાં, અશોકવૃક્ષની નીચે, શ્રી ઋષભદેવ પ્રભુએ પિતાના હાથે જ અલંકાર ઊતારી નાખ્યા અને ચાર મુષ્ટિ વડે પોતાના કેશનો લોચ કર્યો. એક મૃષ્ટિ કેશ બાકી રહ્યા ત્યારે તે એક મુષ્ટિ કેશલતા, સુવર્ણના કલશ ઉપર નીલ કમલની માળા જેવી રીતે શેભી ઊઠે તેવી રીતે પ્રભુના સુવર્ણ વર્ણવાળા દેદીપ્યમાન ખભા ઉપર, દીપી નીકળેલી જોઈને ઇન્દ્રને બહુ જ આનંદ થયો; તેથી ઈન્દ્ર પ્રભુને વિનંતી કરી કે : “હે સ્વામિન ! કપા કરી "Aho Shrutgyanam
SR No.008469
Book TitleJain Chitra Kalpadruma 2
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy