SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ચિત્ર વિવરણ અદ્ધર ઝીલી લીધે, અને કુમારને પિતાના મંદિરમાં લઈ ગઈ. કુમારની પાસે તે યક્ષિણીએ વિષય સેવનની માંગણી કરી. કુમારે તેણને બોધ આપીને ધર્મ પ્રત્યે રાગવાળી કરી. તે વખતે કુમારના સાંભળવામાં જૈન સિદ્ધાંતને પાઠ કરતા મુનિરાજેનો અવાજ આવ્યો. કુમારે યક્ષિણીને કહ્યું કેઃ “તું મને જ્યાંથી આ મધુર અવાજ આવે છે ત્યાં મને મૂકી જા.” યક્ષિણી ત્યાં ચાતુર્માસ રહેલા મુનિઓની ગુફાની બહાર કુમારને મૂકી ગઈ. “સવાર થતાં કુમારે મુનિઓને વંદન કર્યું. વંદન કરીને કુમાર ધર્મદેશના સાંભળવા બેઠે. ગુરુ મહારાજ કાંઈક ઉપદેશ આપવાની શરૂઆત કરવાનો વિચાર કરતા હતા, તે જ વખતે કુમારે આકાશમાંથી નીચે ઉતરથી એક ભુજા જોઈ. તે ભુજ બહુ જ લાંબી અને કાળા રંગની હતી. તે ભુજ એકદમ કુમારની પાસે આવી અને તેના હાથમાંથી તલવાર ખેંચવી લઈને તરતજ આકાશમાર્ગે પાછી જવા લાગી. કુમાર પણ સિહની માફક છલંગ મારી તે ભુજા ઉપર ચડી બેઠે. કાળા રંગની તે ભુજા ઉપર બેઠેલા ભીમકુમાર કાલિકાદેવીના મંદિર પાસે આવી પહોંચે. ભીમકુમારે તરત જ તે મંદિરમાં પ્રવેશ કર્યો. ત્યાં દેવીના કંઠમાં મનુષ્યના મસ્તકેની માળા હતી. તેણુના વક્ષસ્થળમાં મનુષ્યના આંતરડાઓનો હાર વિચિત્ર દેખાતો હતો. વીસ હાથમાં જેણે વિવિધ પ્રકારનાં આયુધ ધારણ કરેલાં હતાં એવી મહા ભયંકર રૂપવાળી કાલિકાની મૂર્તિ ભીમકુમારે જેઈ (જૂઓ ચિત્ર ૮૨).” સુપાશ્વપ્રભુએ દાનવિરતિ રાજા પાસે શ્રાવકના બાર વ્રતે તથા તેના અતિચારોનું વર્ણન કતાં, ચેથા વ્રતને ત્રીજા અતિચારનું વર્ણન કરતાં ધનદત્ત શેઠની કથા આ પ્રમાણે કહીઃ “ભસ્તક્ષેત્રમાં આવેલા વિકમપુર નામના નગરમાં વિક્રમ રાજા રાજ્ય કરતા હતા. તે નગરમાં સિદ્ધતિલક નામના શેઠને ધનદત્ત અને ધનદેવ નામના બે કુમારે હતા. ધનદત્ત બહુ કામી હતું અને ધનદેવ ધર્મને વિશે અનુરાગવાળા હતા. બંને ભાઈઓએ એક દિવસે નગરની બલ્હારના ઉધાનમાં પધારેલા એક સૂનિ મહારાજને આંબાના ઝાડની નીચે ધ્યાનાવસ્થામાં જોયા. મુનિ મહારાજને નમસ્કાર કરીને પૂછયું કે : “ હે પૂજ્ય ! યુવાવસ્થામાં જ આપને કયા કારણથી દીક્ષા લેવી પડી તે કહો.” મુનિ મહારાજે કહ્યું કેઃ “મારે દીક્ષા લેવામાં મારી પત્ની જ કારણભૂત છે.” આ ભરતક્ષેત્રમાં શુભાવાસ નામના નગરમાં રિપુમર્દન નામે રાજા રાજ્ય કરે છે. તેને વિશાલબુદ્ધિ નામનો મંત્રી અને રતિસુંદરી નામની તેની સ્ત્રી હતી. તે નગરની પૂર્વ દિશામાં એક બગીચામાં ષભદેવ ભગવાનનું મંદિર છે. તે દેરાસરના દ્વાર આગળ જ એક આવૃક્ષ છે. તે આમ્રવૃક્ષના ઉપર એક પિપટનું જોડલું રહેતું હતું. તે બંને વચ્ચે પોતાના બચ્ચાની માલિકી માટે વાદવિવાદ થયો. તે બંને બચ્ચાંની માલિકી માટે ન્યાય કરાવવા રાજા પાસે ગયા. રાજાએ બચ્ચાંની ઉપર પોપટને હક છે તે પ્રમાણે ન્યાય આપ્યો. એક દિવસે તે આમ્રવૃક્ષની નીચે કૃતજ્ઞાની મુનિ આવીને રહ્યા. તેમને વંદન કરીને પિપટની સ્ત્રીએ પોતાનું આયુષ્ય પૂછયું. (જૂઓ ચિત્ર ૮૪).” શ્રી સુપાર્શ્વપ્રભુ દાનવીર્ય રાજા પાસે રાત્રિભોજનનામના બીજા ગુણવ્રતનું વર્ણન કરતાં જણાવે છે કે - "Aho Shrutgyanam
SR No.008469
Book TitleJain Chitra Kalpadruma 2
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy