SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ચિત્ર વિવરણ [૩૭ તથા નરેશ્વરએ અનુસરેલા શ્રી સુપાર્શ્વપ્રભુ સહસ્ત્રાપ્રવન નામના ઉદ્યાનમાં પધાર્યા. ત્યાં આવીને ત્રણ જગતના ભૂષણરૂપ શ્રીસુપાર્વપ્રભુએ આભૂષણાદિ સર્વ છોડી દઈને પંચમુષ્ટિ લેચ કર્યો (જૂઓ ચિત્ર ૭૨). તે વખતે પ્રભુના ડાબા ખભા ઉપર ઇદ્ર દેવદૂષ્ય વસ્ત્ર સ્થાપન કર્યું. જેઠ મહિનાની સુદી તેરશના દિવસે, દિવસના પાછલા ભાગમાં, અનુરાધા નક્ષત્રને વેગ આવે છતે, એક હજાર રાજાએની સાથે પ્રભુએ છઠ્ઠની તપસ્યા કરીને દીક્ષા લીધી. તે જ વખતે પ્રભુને એવું મન:પર્યાય જ્ઞાન ઉત્પન્ન થયું. દીક્ષા લીધા પછી બીજા દિવસે પાટલીખડ નગરમાં મહેંદ્ર રાજાને ત્યાં પ્રભુએ પરમાનથી પારણું કર્યું. તે ઠેકાણે દેવતાઓએ પાંચ દિવ્ય પ્રગટ કર્યો (જૂઓ ચિત્ર ૧૨૭). પર્વતના હસ્તિની માફક પરિસોને સહન કરતાં, શરીર તરફ પણ મમત્વ વગરના, એનું અને તરખલામાં સમાનભાવ રાખનારા, એકાકી, મૌનધારી, વિવિધ પ્રકારના અભિગ્રહમાં તત્પર, ભમિ પર નહીં બેસનારા, નિર્ભય, સ્થિર, વિવિધ પ્રકારે કાસગ કરનારા, છદ્મસ્થ અને ધ્યાનમાં તત્પર એવા જગત્પતિ સુપાર્શ્વ પ્રભુએ નવ મહિના સુધી પૃથ્વી પર વિહાર કર્યો. આ પ્રમાણે ચામાનુગ્રામ વિહાર કરતાં કરતાં સુયા પ્રભુ ફરીને વારાણસી નગરીના ઈશાન ખૂણામાં આવેલા સહસ્ત્રાપ્રવનમાં પધાર્યા. ત્યાં છઠ્ઠ તપ કરીને શિરીષ વૃક્ષની નીચે પ્રભુ પ્રતિમા ધારીને સ્થિર થયા. શુકલધ્યાનરૂપી અગ્નિવડે સમસ્ત ઘનઘાતી કર્મરૂપી વનને દહન કસ્તા, પવનના અભાવને લીધે સ્થિર રહેલા સાગરની લીલાને વહન કરતા અને શુકલધ્યાનના છેલ્લા બે ભેદ નહીં પામેલા એવા જ સ્વામી શ્રીસુપાર્શ્વ પ્રભુને ફાગણ સુદ છઠના દિવસે પૂર્વાહૂકાલે તુલા રાશિનો ચંદ્ર અને ઉત્તમ મુહુર્ત પ્રવૃત્ત થયે છતે, વિશાખા નક્ષત્રમાં નિબંધ, અનંત, પરિપૂર્ણ, નિરાવર્ણ, ભૂત, ભવિષ્ય અને વર્તમાનના ભાવેને અવલોકવામાં નેત્ર સમાન, તેમજ લોકાલોક પ્રકાશક એવું કેવલજ્ઞાન ઉત્પન્ન થયું (જૂઓ ચિત્ર ૭૩). સુર અને અસુરોના ઇદ્રોએ તત્કાળ ત્યાં આવીને રન, સુવર્ણ અને રૂપાના ત્રણ ગઢવાળા સમવસરણની રચના કરી. તે ગઢની ચારે દિશાએ ચાર ચાર દરવાજા બનાવ્યા. શ્રીસુપાર્શ્વ પ્રભુએ પૂર્વદ્વારથી તે સમવસરણમાં પ્રવેશ કર્યો (જૂઓ ચિત્ર ૭છે. ત્યાં ચારસો ધનુષ ઉંચા એવા અશોકવૃક્ષની નીચે નમે તિત્કસ” કહીને સુપાર્શ્વપ્રભુ ઉત્તમ એવા સુવર્ણ સિંહાસન ઉપર બિરાજમાન થયા. સુપાર્શ્વપ્રભુને કેવલજ્ઞાન ઉત્પન્ન થવાની વધામણી ઉદ્યાનપાલિકાએ શ્રીશેખરરાજાને આપી. શ્રીશેખરરાજા પિતાની માતા સાથે સુપાર્શ્વપ્રભુને વંદન કરવા માટે ઉત્તમ હાથણી ઉપર બેઠે. સમવસરણની નજીક પહોંચતાં જ તે તથા સેમાં રાણી હાથણી ઉપરથી નીચે ઉતર્યા. ઉતરતાં જ પ્રભુને વંદન કરીને સમવસરણુમાં બંને જણાએ-માતા પુત્ર-પ્રવેશ કર્યો (જૂઓ ચિત્ર ૧૪૦). સમવસરણમાં જાતિ વરવાળા પ્રાણીઓ મિત્રભાવે બેસીને પ્રભુની દેશના સાંભળતાં તેમના જેવામાં આવ્યાં (જૂઓ ચિત્ર ૭૬). પ્રભુએ સમવસરણમાં બેસીને સંસારતારિણી ધર્મદેશના આપી. પ્રભુની ધર્મદેશના સાંભળીને ઉત્તમ શીલવાળી સામંત અને મંત્રીઓની સ્ત્રીઓ સહિત સેમા રાણી "Aho Shrutgyanam
SR No.008469
Book TitleJain Chitra Kalpadruma 2
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy