SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ચિત્ર પર્ફ્યુમ ગ્રંથ બીને સિંહના દર્શનથી ભય વગરને તેજસ્વી, દુશ્મનેારૂપી ગજેંદ્રને જિતનાશ, ઉદરના મધ્યભાગે કૃશ છતાં પણ તમારા પુત્ર સિંહના જેવા પરાક્રમી થશે. ૩૪] લક્ષ્મીદેવીના અભિષેકના દર્શનથી મેરૂપર્વતના શિખર ઉપર દેવેંદ્રો ક્ષીર સમુદ્રના જલવડે તમારા આળકનો અભિષેક કરશે, ફૂલની માળાના દર્શનનથી પેાતાના મુખકમલમાંથી નીકળતા ઉપદેશરૂપી સુગંધમાં સુધ થએલા ભવ્યજનેરૂપી ભમરાએ તમારા પુત્રની સેવા કરશે. ચંદ્રના દર્શનથી શરદ પૂનમના ચંદ્ર સમાન આનંદદાયક છે મુખ જેમનું, વળી વિકજને રૂપી ચાર પક્ષીઓને આનંદદાયક અને ભવ્યાત્માએ રૂપી કુમુદવનને પ્રફૂલ્લ કરનાર તમારે પુત્ર થશે. સૂર્યના દર્શનથી ભવિક જનાના હૃદયમાં રહેલા ગાઢ મેહાંધકારને દૂર કરશે, તેમજ કુમતરૂપી ગ્રહેાને નાશ કરનાર તમારા પુત્ર થશે. ધજાના દર્શનથી લેાકાગરૂપી ભવ્ય પ્રાસાદના શિખરને અનુષમ શાભાદાયક અને કીર્તિરૂપી પતાકાથી વિભૂષિત ધજાની શાભાને તમારા પુત્ર ધારણ કરશે. માંગલિક કલશના દર્શનથી મેાક્ષ નગર પ્રત્યે ગમન કરતા બહુ પ્રાણીઓના માંગલિકઘટની માર્કે મનોવાંક્તિ પૂરનાર તમારો પુત્ર થશે. પદ્મ સરોવરના દર્શનથી દુઃખરૂપ દાવાનલ વડે તૃષાત્ત થએલા સમસ્ત ભવ્યજનાને નિવૃત્તિ દાન આપવામાં બહુ દક્ષ અને લક્ષ્મીના નિકેતન સમાન તમારે પુત્ર થશે. ક્ષીર સમુદ્રના દર્શનથી અખિલ ગુણુરત્નાનાં આધાર, ગંભીર, પ્રવર સત્ત્વશાળી અને કરૂણારૂપી અમૃતરસના નિધાન સમાન તમારો પુત્ર થશે. ઉત્તમ એવા દેવમાનના દર્શનથી વૈમાનિક દેવતાએ તમારા પુત્રની હમેશાં સ્તુતિ કરશે, તેમજ શુદ્ધ સુવર્ણ સમાન કાંતિવાળા તમારા પુત્ર વિમાનમાંથી તમારે ત્યાં ઉપન્ન થશે. રત્નના ઢગલાના દનથી તમારા પુત્ર ત્રણે લેકમાં સર્વદા પૂજવા લાયક, તેમજ સકલ જીવનમાં અલંકારરૂપ થશે. ધૂમાડા વગરના અગ્નિના દર્શનથી શુકલધ્યાનરૂપી અગ્નિ વડે સમગ્ર કર્મવનને બાળી નાખી ભજનાની ગાઢ જડતાને તમારા પુત્ર નિર્મૂલ કરનારા થશે. વળી તમારા પુત્ર લેાકાલેાકના પ્રકાશક તેમજ સાતમા તીર્થંકર થશે.” આ પ્રમાણે ચારણુ મુનિના વાક્યો સાંભળીને રાજાએ બહુ હર્ષપૂર્વક નમસ્કાર કરી મુનિને વિદ્યાય કર્યા, ત્યારપછી રાજાએ સ્વપ્નપાકેાને તેમની સાત પેઢી સુધી ચાલે તેટલું પારિતોષિક આપી વિદાય કર્યાં. રાજા સભામાંથી ઉઠીને પૃથ્વીરાણીના વાસભવનમાં ગયા અને સ્વપ્ન પાઠકા તથા ચારણું મુનિના કહ્યા પ્રમાણે સ્વપ્નનું ફળ વિસ્તારથી કહ્યું. ગર્ભના પ્રભાવથી દેવીને જે જે ઉત્તમ દેહલા ઉત્પન્ન થયા તે સર્વે સુપ્રતિષ્ઠ રાજાએ પૂર્ણ કર્યા. ગર્ભના સમય પૂર્ણ થવાથી જ્યેષ્ઠ સુદિ બારશના દિવસે રાત્રિના ખીન્દ્ર પ્રહરે, વિશાખા "Aho Shrutgyanam"
SR No.008469
Book TitleJain Chitra Kalpadruma 2
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy